SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈને જીવન નથી આપી શકતા તો સ્વાદેન્દ્રિઓના ક્ષણિક આનંદ માટે એ લોકોનાં મૂલ્યવાન જીવનનો અંત કરવો એ યોગ્ય નથી. તે સમયે કેટલાક ખંધા રાજકારણીઓ હતા જેમણે અહિંસાના મુદ્દે ટૂંકા ગાળાના લાભ મેળવવાની તક દેખાઈ. તેમણે લાઉડ સ્પીકરમાં ગાય પવિત્ર છે નામની બૂમો શરૂ કરી દીધી. આપણે ગાયહત્યા અટકાવવી જોઈએ, ચિત્રભાનુજીને આ રાજકારણીઓનો અહિંસામાં અચાનક પડેલા રસનો હેતુ સમજાઈ ગયો. તેમણે લોકોને આવા તકસાધુઓથી સાવધાન રહેવા કહ્યું અને વાસ્તવિક પ્રશ્નો પર ધ્યાન આપવા કહ્યું. ધાર્યા પ્રમાણે રાજકારણીઓ ચૂંટણી પછી એ બોલતા બંધ થઈ ગયા. જોકે આ મુદ્દે ચિત્રભાનુજીની ચિંતાઓ ક્યારેય ભૂંસાઈ નહીં. મુંબઈમાં ૧૯૬૩ની સાલમાં મેયરના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઈશાકભાઈ બંદૂકવાલા તરફથી તેમને ટેકો મળ્યો. તે પણ દર વર્ષે એક વાર ચોપાટી પર યોજાતી મહાવીર જયંતીની ઉજવણીના પ્રમુખ બન્યા. તે પોતે શાકાહારી ન હતા પણ તે ચિત્રભાનુજીને ખૂબ માન આપતા. તેમણે જાહેરાત કરી કે જો ખાટકીઓ સંમત થશે તો તેઓ દર મહાવીર જયંતીના દિવસે કતલખાના બંધ રાખવાનો પ્રસ્તાવ સ્વીકારશે. મેયરની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં જેમાં ઈશાકભાઈ બંદૂકવાલા જીત્યા હતા. શ્રીમાન બંદૂકવાલાએ મુનિ ચિત્રભાનુજી અને કેટલાક ખાટકીઓ સાથે શહેરમાં બેઠક યોજી. ખાટકીઓ મનમાં મિશ્ર ભાવની લાગણી લઈને આવ્યા હતા. કેટલાક વિચારતા હતા કે તેઓ મહાવીર જયંતીના દિવસે ગાયની હત્યા નહીં કરે પણ તેઓ બકરી, ઘેટાં અને મરઘી જેવા નાનાં પ્રાણીઓને નહીં છોડે. અને જે ક્ષણે તેમણે મુનિ ચિત્રભાનુજીની આંખમાં જોયું તો તે બધા જ જાણે થીજી ગયા. તેમને કરુણાની શક્તિ સમજાઈ. તે બધા એક સ્વરે એ ૨૨૦૦૦ પ્રાણીઓને જતાં કરવા માટે તૈયાર થઈ ગયા જે મહાવીર જયંતીના ૨૪ કલાક પહેલાં મોતને ઘાટ ઊતરી શકે તેવાં હતાં, પણ બીજા દિવસે જ્યારે કતલખાનાં ખૂલે ત્યારે પ્રાણીઓની કતલનો આંકડો બમણો થઈ જાય. બે ખાટકીઓએ તો પોતાની રોજગારી સદંતર છોડી દેવાની તૈયારી બતાવી. શ્રીમાન બંદૂકવાલા મુંબઈના નવા ચૂંટાયેલા મેયર બન્યા અને એમણે પોતાનાં વચન પ્રમાણે પ્રસ્તાવને કાયદામાં ફેરવી લીધો. ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૬૪ એ મહાવીરજયંતીનો દિવસ હતો જ્યારે મુંબઈમાં એક પણ પશુની કતલ નહોતી થઈ. ચોપાટીના કાંઠે તે દિવસે યોજાયેલા કાર્યક્રમે ઇતિહાસ સર્જયો. ત્યારે ત્યાં ઊભરાયેલો માનવમહેરામણ એટલો બધો હતો કે બેઠકવ્યવસ્થા પણ જાણે ખોરવાઈ ગઈ. લાખો લોકો ત્યાં ભેગા થયા. ચોપાટીના દરિયાકાંઠે ક્યારેય આટલી બધી જનમેદની એકઠી યુગપુરુષ - ૭૮ - .
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy