SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નહોતી થઈ. ડાયસ ઉ૫૨ મુનિ ચિત્રભાનુજીની સાથે ભારતના ગૃહ મંત્રી ગુલઝારીલાલ નંદા, મેયર બંદૂકવાલા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વી.પી. નાયક અને કલકત્તા તથા મદ્રાસના અગ્રણીઓ, વિદેશી પ્રતિનિધિઓ અને જાણીતા દાતાઓ હતા. તે દિવસથી લઈને મુંબઈમાં મહાવીર જયંતીની ઉજવણીએ જાણે પકડ જમાવી અને સમયાંતરે એક વાર્ષિક ઉજવણીનો ભાગ બની ગઈ. દરેક પસાર થતા વર્ષ સાથે તેમાં ભાગ લેતા લોકોની સંખ્યા વધતી ગઈ. આ રીતે મહાવીર જયંતી એક વાર્ષિક ઉત્સવ બન્યો. જેને કારણે મુંબઈ જેવા મોટા શહેરમાં આંતરજ્ઞાતિઓમાં પરસ્પર કલ્યાણની લાગણી વિસ્તરી. ૨૫મી ઓગસ્ટ, ૧૯૬૪નો દિવસ એ વીરચંદ રાઘવજી ગાંધીનો જન્મ શતાબ્દી દિવસ હતો. તે એક વકીલ હતા અને એક વિદ્વાન નાગરિક હતા જેમણે શિકાગોમાં ૧૮૯૩ની સાલમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ એ જ પરિષદ હતી જેમાં સ્વામી વિવેકાનંદે પણ શ્રોતાઓને ‘ભાઈઓ તથા બહેનો' કહીને પોતાનું અતિ પ્રતિષ્ઠિત પ્રખ્યાત સંબોધન ભાષણ કર્યું હતું. ખરેખર તો જૈન સાધુ આચાર્ય વિજયાનંદ સુરીજી જે આચાર્ય આત્મારામજી તરીકે પણ ઓળખાતા હતા તેમને આ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે જૈન દીક્ષા લીધેલી હોઈ તેમને દરિયો પાર કરવાની પરવાનગી ન હોવાને કા૨ણે ૨૯ વર્ષના વીરચંદ ગાંધી જે ઉગ્ર દલીલો કરી શકતા તથા તેમનું અંગ્રેજી ભાષા પર ખૂબ સારું પ્રભુત્વ હતું તેમને પોતાના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં જવાનું કહ્યું. પરિષદમાં રજૂઆત માટે તેમને તૈયાર કરવા હેતુ આચાર્ય આત્મારામજી તથા તેમના શિષ્ય વિજય વલ્લભ સુરીજીએ તેમને જૈન ધર્મના સિદ્ધાંતો અંગે ૬ મહિનાની તાલીમ આપી હતી. ન શિકાગોની પરિષદમાં વીરચંદ ગાંધી જાણે સિંહની જેમ ગર્જ્યો અને એમણે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખડા કરેલા ભારત અંગેના ઘણા બધા ખોટા ખ્યાલો ખેરવી નાખ્યા. જ્યાં ઘણા બધાએ આ પહેલાં જૈન ધર્મ અંગે નહોતું સાંભળ્યું ત્યાં એક માણસ પોતાની ભાષામાં કડકડાટ બોલતો હતો અને જેને પોતાના વારસાનો ગર્વ હતો. વીરચંદજીએ કોઈ પણ બીજા ધર્મ વિશે ઘસાતું ન કહ્યું, પણ તેમણે મિશનરીની ટીકા કરી જે ભારતની એક પણ ભાષા શીખવા માટે પણ તૈયાર ન હતા. સફેદ કાઠિયાવાડી વસ્ત્રોમાં પાઘડી પહેરીને ખડા રહેલા વીરચંદજીએ સરળ અંગ્રેજીમાં એકદમ જટિલ જૈન સિદ્ધાંતો સમજાવી નાખ્યા અને તેમણે સાથી પ્રસ્તુતકર્તાઓ તરફથી ખૂબ માન મેળવ્યું. તેમાંના ઘણાએ ભારતના પૌરાણિક ધર્મ તરીકે જૈન ધર્મ વિશે ક્યારેય નહોતું સાંભળ્યું. - ૭૯ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy