SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળું છું જે મને સતત કહી રહ્યો છે કે તું તેને બસ પ્રેમ કર. તમે પ્રેમનું એક ઝળહળતું પ્રતીક છો તે બદલ હું તમારી આભારી છું. તમે મને દિવ્ય પ્રેમનો જે બોધ આપ્યો છે તેનું મહત્ત્વ હું હંમેશાં યાદ રાખીશ. હું તમારી માત્ર વિદ્યાર્થિની છું. ગુરુદેવના અમુક શિષ્યોએ તો પત્ર લખવાથી આગળ વધીને કંઈક ઘણું જુદું કર્યું. આવા અનેક વિદ્યાર્થીઓમાંના એક હતાં ક્લેર રોઝનફેલ્ડ. તે અપસ્ટેટ ન્યુ યૉર્કનાં હતાં. તેમણે “ગુરુદેવશ્રી ચિત્રભાનુ અ મેન વિથ અ વિઝન'ના ટાઈટલ હેઠળ ૧૯૮૦ના દાયકામાં ચિત્રભાનુજી પર ૩૦૦ પાનાંનું પુસ્તક લખ્યું. ગુરુદેવજીના જીવનચરિત્રને અંગ્રેજીમાં વિગતવાર લખવાનો આ પહેલો પ્રસંગ હતો. મુંબઈના એક ભક્ત પ્રોફેસર હસમુખ શેઠે બાદમાં આ પુસ્તક ગુજરાતીમાં અનુવાદિત કરાવ્યું હતું. એ જ વર્ષે અન્ય એક વિદ્યાર્થી હાર્વર્ડ બેનો (અભય)એ ભક્તિ કાવ્યોનું ૧૦૦ પાનાનું એક પુસ્તક “સ્વીટ ટાઈમ એટ ધી ટીચર્સ ફીટ' પ્રકાશિત કર્યું અને તે પુસ્તક તેણે ગુરુદેવને અર્પિત કર્યું. અન્ય વિદ્યાર્થીઓએ ગુરુદેવના જીવનના નાના નાના પ્રસંગો એકઠા કર્યા તથા તેમને વિવિધ સામાયિકો અને ન્યુઝ લેટર્સમાં છપાવ્યા. એક નવોદિત કલાકારે ૮૦ કેલિગ્રાફિક પાનાં ધરાવતી એક રંગીન ડાયરી તૈયાર કરી, જેમાં ખૂબ સરસ ગ્રાફિક હતાં અને કવિતાઓ હતી અને તે બધું જ ગુરુદેવને સમર્પિત હતું. આ પણ ગુરુદેવ પ્રતિના પ્રેમ અને ભક્તિનું પ્રતીક હતું. એલબર્ટા હીન્સન જેમણે ગુરુદેવ સાથે તીર્થયાત્રાઓ કરી હતી તેમણે કાળી શાહીમાં મંડલાઝનો એક વિશેષ પોર્ટફોલિયો તૈયાર કર્યો. જેને તેણે નામ આપ્યું “માય પાલીતાણા'. લેક વિહટમોરમાં આવેલ લાઈટ હાઉસ દ્વારા “જર્ની ટુ ઍનલાઈટનમૅન્ટ ઑન ધી વિંગ્સ ઑફ લાઈટ એન્ડ લવ’ના બે ભાગ પ્રકાશિત થયા. તેમાં ગુરુદેવનાં વિવિધ પ્રવચનો, લેખો વગેરેનું સંકલન કરાયું. ગુરુદેવના આ લેખો ‘લાઈટ હાઉસ બિકન” નામનાં ન્યુઝ લેટરમાં પ્રકાશિત થયા હતા. નવી પેઢી માટે આ લેખો તથા વક્તવ્યો બે પુસ્તકોમાં સરસ રીતે વહેંચાયાં છે. આ પુસ્તકો વર્ષો સુધી ગુરુદેવે અમેરિકામાં પોતાના વિદ્યાર્થીઓને આપેલા સંદેશાઓનું સંકલન કહેતાં દસ્તાવેજીકરણ જ છે. ગુરુદેવના અનુયાયીઓ અને વિદ્યાર્થીઓએ તેમની સાથે વહેંચેલા આ કેટલાક ઉષ્માભર્યા અને જીવનથી ભરપૂર અનુભવો અને પ્રસંગો છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે ગુરુદેવે એ બધાનાં જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આણવામાં કેટલો મોટો ફાળો આપ્યો છે. યુગપુરુષ - ૧૪૮ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy