SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે પૂછ્યું, ‘તમને ખાતરી છે ને કે મારા સાધુ બની જવાને કારણે તમે પ્રેરાઈને આ પગલું નથી લઈ રહ્યા?” ના મારા દીકરા, મારે દીક્ષા લેવી હોય તો એ યોગ્ય કારણ ન હોઈ શકે એ હું જાણું છું, હકીકતે મને પણ લાગે છે કે હું દુન્યવી ફરજો પૂરી કરી ચૂક્યો છું અને હવે એ સમય આવી ગયો છે કે હું મારી જાત માટે આધ્યાત્મિક રસ્તો પસંદ કરું. મારે ભગવાન મહાવીરના ઉપદેશો શીખવા છે, સમજવા છે અને તેમને મારાં અસ્તિત્વમાં ઉતારવા છે.” છોગાલાલજીએ કહ્યું. ગુરુ આ જાણીને ખૂબ ખુશ થયા અને તેમણે છોગાલાલજીને પણ દીક્ષા આપી. આ દીક્ષા સમારોહ પણ પારંપરિક રીતે યોજાયો અને ગુરુએ તેમને નામ આપ્યું, મુનિ ચંદ્રકાંત સાગરજી. આ નામનો અર્થ થાય છે કે ચંદ્રની સુંદરતાથી છલકાતો સમુદ્ર. મુનિશ્રી તેમના પિતાશ્રી સાથે એક તબક્કે મુનિ ચંદ્રપ્રભ માટે એ બહુ સરળ થઈ ગયું હતું કે તેમના પિતા સાથે તે મુક્તપણે વાત કરી શકતા. જોકે આ સ્થિતિમાં પિતા પુત્ર માટે નવો પડકાર ખડો થયો. તેઓ પોતાના લોહીના સંબંધને તો નહોતા ભૂલી શકતા અને તે જ સંબંધને પગલે તેઓ ભૂતકાળની બાબતોમાં પણ ખેંચાઈ ન શકતા. આ ખાસ કરીને એટલા માટે હતું કે હવે તે બન્ને સંસારનો ત્યાગ કરીને સાધુ બની ચૂક્યા હતા. હંમેશાં તેમને ખૂબ જ આકરો પ્રયાસ કરીને દુન્યવી સંબંધની પર જવાનો પ્રયાસ કરવો પડતો. દીક્ષા યુગપુરુષ - ૫૦ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy