________________ 11 સપ્ટેમ્બર, 1971 સુતરાઉ, ધોળો ઝભ્ભો પહેરેલી એક વ્યક્તિ ન્યુયોર્કનાં જે.અેફ. કૅનેડી ઍરપોર્ટની બહાર આવે છે. આ વ્યક્તિએ અહીં આવવા માટે પોતાની જમીન, વતન છોડ્યાં છે, સાત સમુદ્ર પાર કર્યા છે. આમ કરવામાં, તેણે એક અત્યંત પવિત્ર પરંપરાનો ભંગ કર્યો છે, એવી પરંપરા જે 2500 વર્ષોથી પણ વધારે સમયથી ચાલી આવતી હતી. પણ અત્યારે ઍરપોર્ટની અરાઇવલ લાઉન્જમાં આ ચહેરો સાવ એકલો છે. જે લોકો તેમને લેવા આવવાના હતા તેઓ ક્યાંય દેખાઈ નથી રહ્યા. આ વ્યક્તિ, જેના થકી હજારો લોકોને પોતાના આધ્યાત્મિક પ્રવાસનાં ઉજાસ તરફ આગળ ધપાવ્યાં હતાં તે અત્યારે અજાણ્યાં લોકોનાં ટોળાં અને ક્યારેય ન થોભતા શહેરનાં ઘોંઘાટમાં જાતને ખોવાયેલી અનુભવે છે. પણ છતાં ય તેમના ચહેરા પર ન તો કોઈ ચિંતાની રેખા છે, ન તાણ, તેમની અત્યંત શાંતિપૂર્ણ સ્વસ્થતા આ ઘોંઘાટીયા એરપોર્ટમાં ય તેમને ભીડથી જુદા પાડે છે. માફ કરજો મહાશય, તમને કોઈ મદદ જોઈએ છે?'', એક અમેરિકન મહિલા આ સ્થિર તેજને તથા પરદેશી ચહેરાને જોઈને ત્યાં થોભીને આ સવાલ કરે છે. હા! મને એરપોર્ટ પર જે લોકો લેવા આવવાના હતા તેમને માટે ફોન કરવો છે પણ મારી પાસે કૉલ કરવા માટે પૈસા નથી.” મહિલા તેમને તેમનું નાણું અમેરિકન નાણામાં ફેરવી આપવાનો પ્રસ્તાવ મૂકે છે. “મારી પાસે પૈસા જ નથી. આ પ્લેનની ટિકીટ સિવાય બીજું કંઈ જ નથી મારી પાસે.” આ સાંભળી મહિલા ચોંકી જાય છે; તેને આ વાત માન્યમાં નથી આવતી અને તે એકીટશે તેમનો ચહેરો જોયા કરે છે. આ માણસ જે પરિસ્થિતિમાં છે એમાં એ કઈ રીતે આટલો બધો સ્વસ્થ, અકળામણ વિનાનો અને બિલકુલ શાંત-સ્થિર રહી શકે છે? કોણ છે આ માણસ ? ISBN No.: 978-93-88116-21-3 { 325/ I789388II11621