________________
૧૯૭૪માં દિલ્હી ખાતે ‘વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજયંસ'માં ઇંદિરા ગાંધી સાથે
ઇંદિરા ગાંધી આખી દુનિયામાં શક્તિશાળી રાજકારણી તરીકે જાણીતાં હતાં. તે તેમની રાજકીય કઠોરતા અને સત્તાના કેન્દ્રીકરણ માટે પ્રખ્યાત હતાં અને તેમને ભારતની આયર્ન લેડી – લોખંડી સ્ત્રી તરીકે ઓળખવામાં આવતાં. તે ગુરુદેવ કરતાં સાડાચાર વર્ષ મોટા હોવા છતાં પણ તે ગુરુદેવ પ્રત્યે ખૂબ આદર રાખતાં અને તેમને આધુનિક ભારતના અગત્યના આધ્યાત્મિક ગુરુ તરીકે જોતાં.
આપણે જાણીએ છીએ કે સમયાંતરે ઇંદિરા ગાંધી જાહેર જીવનના દબાણને વેઠી શકવાની પોતાની ક્ષમતાઓ પર શંકા કરતાં થયાં હતાં. તેમણે કબૂલાત કરી હતી કે તેઓ ધારે તો વાંચન અને લેખનની પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે. તેમણે માઉન્ટ આબુ પર અનુભવાતી શાંતિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ પોતે પણ તેનો અનુભવ કરવા માગે છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમના પ્રવાસની વ્યસ્તતાને લીધે તેઓ આબુ નહીં આવી શકે.
જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ના રોજ ઇંદિરા ગાંધીએ ભારતનાં વડા પ્રધાન તરીકે શપથ લીધા. એ જ વર્ષે ગુરુદેવે બિહારના દુકાળગ્રસ્ત પ્રદેશો માટે રાહત ફાળો
યુગપુરુષ
- ૧૬૪ –