________________
તમારા સાંજના વાળુમાંથી પણ પ્રાણીજ ખોરાક દૂર કરી દો. તમે જોશો કે વિગન બનવું આસાન છે. તેમાં કોઈ બલિદાન નથી રહેલું અને જીવનમાંથી હિંસા દૂર કરવાથી તમને પણ ખૂબ ફાયદો થશે.’
વિશ્વભરની ઘણી એરલાઈન્સ પણ હવે પોતાના ગ્રાહકોને વિગન ફૂડનો વિકલ્પ આપે છે. વિશ્વમાં વિગન રેસ્ટોરાંની સંખ્યા પણ દિવસે દિવસે વધી છે.
‘હવે વિગન ચળવળ લોકોએ હાથમાં લઈ લીધી છે.’ ગુરુદેવ કહે છે, ‘આ અંગેની સજાગતા દિવસે દિવસે વધી રહી છે. એક વાર તેમને દૂધના ધંધાની વરવી બાજુ ખબર પડે છે પછી તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભવિષ્યમાં દુનિયામાં વિગન્સની સંખ્યા વધવાની જ છે, તેમાં કોઈ બેમત નથી.’
યુગપુરુષ
- ૨૦૨ -