________________
છે. પરંતુ જે તેમની ખૂબ જ નિકટ રહ્યા છે - તેમનાં કુટુંબીજનો પાસે તેમને વિષે, જે જીવન તે જીવ્યા છે તે અંગે કહેવા માટે ખૂબ જ રસપ્રદ, હંમેશાં મનમાં રહી જાય તેવી અને મધુર વાતો છે. અહીં કેટલાક અંશો રજૂ કર્યા છે જેમાં ચિત્રભાનુજી વિશે તેમના વિચારો પ્રસ્તુત છે:
પ્રમોદાબહેન તેઓ દીર્ઘદ્રષ્ટા, સાહસિક અને નીડર છે... તેમણે અહિંસા અને જીવન પ્રત્યેના આદરનો સંદેશો પ્રસરાવવા માટે પરંપરાઓ તોડી છે..
રાજીવ: (મોટો પુત્ર) આમ તો પિતા શબ્દ એવા ઈશ્વર માટે વપરાતો હોય છે જે અઢળક, સનાતન, શાશ્વત હોય અને જેમાં અનંત શક્તિ હોય અને દાનવીરતા પણ એવી હોય કે સામાન્ય માણસ તેને સમજી પણ ન શકે... હું મોટો થતો હતો ત્યારે એવી ઘણી બાબતો હતી જેની સાથે હું સંમત નહોતો... પણ પછીથી મેળવેલી સમજણ અનુસાર તે વિરોધ તેમના તર્કની શક્તિને કારણે નહોતો, પરંતુ મારી અંદર રહેલી નબળાઈને કારણે હતો. તે પિતા છે જે ગુરુ છે કે પછી ગુરુ છે જે પિતા છે? એક ક્ષણ પછી વિચારીએ તો શું આ જવાબ કે વિચારથી કંઈ ફેર પડે છે ખરો ?
રુચિકા : (પુત્રવધૂ) હું આ કુટુંબમાં માત્ર ૧૪ વર્ષથી છું અને મેં તમને જાહેર જીવન અને અંગત જીવનમાં જોયા છે. આ બન્ને જીવનમાં તમે જે સંતુલન અને ઐક્ય લાવો છો તે ભાગ્યે જ કોઈ કરી શકે. તમારી સાદગી, વિચારોની સ્પષ્ટતા અને વિચારોની કરુણાને કારણે મારા જીવનમાં પણ ઘણાં પરિવર્તન આવ્યાં છે.
દિયા : (૯ વર્ષની પૌત્રી) મને તમારી કેટલી બધી બાબતો બહુ ગમે છે. મને ગમે છે કે તમારી પાસે તમારી પોતાની કેટલી ઓછી વસ્તુઓ છે. ઓછી વસ્તુઓ હોવાનો ફાયદો એ છે કે તમારું પેકિંગ ફટાફટ થઈ જાય અને તમે કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ યાદ પણ રહે. તમારી દૃઢનિશ્ચયી-મક્કમ મનોબળ પણ મને બહુ ગમે છે.
ત્રિશલા : (સાત વર્ષની પૌત્રી) મને તમારી બે બાબતો બહુ પ્રિય છે, એક તો તમે બહુ પ્રેમાળ છો અને તમને હંમેશાં એ વાત યાદ રહે છે કે મને શું ગમે છે. તમે સ્વસ્થ વસ્તુઓ ખાવ છો એટલે તમે બહુ મજબૂત પણ છો. મને પણ તમારા જેવા થવું છે. તમારી સાથે સમય પસાર કરવાનું મને ગમે છે કારણ કે મને તમારી પાસેથી બહુ બધું શીખવા મળે છે.
| દર્શનઃ (નાનો પુત્ર) જ્યારે પણ મેં જીવનના કોઈ પ્રશ્ન અંગે તેમની સાથે વાત કરી છે ત્યારે મને યાદ નથી કે તેમણે મને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો હોય. મને એ યાદ છે કે તે બહુ ધીરજ અને કાળજીથી સાંભળતા, મારા ચહેરાના હાવભાવ નોંધતા
યુગપુરુષ
- ૨૧૪ -