________________
અને મને એવા માળખામાં જવાબ આપતા કે મારા પોતાના જ વિચારોને પ્રોત્સાહન મળે. ઘણી વાર મને સંતોષ ન થતો અને હું લાંબા જવાબ મેળવવા મથામણ કરતો. પણ તેઓ હંમેશાં અલગ અલગ પસંદગીઓની અસર શું હોઈ શકે તેની જ વાત કરતા. “જો આમ કરીશ તો આમ થશે અને તેમ કરીશ તો પરિણામ એવું આવશે. હવે તું નક્કી કર...' એક વાર મેં તેમને પૂછયું કે તેમને કેવી રીતે ખબર પડતી કે તે બીજાને સાચી સલાહ આપી રહ્યા છે, “તમે ખોટા પડશો તો શું?’ તેમણે હસીને મને જવાબ આપ્યો હતો કે તેમનું હૃદય સ્પષ્ટ હતું અને તેઓ બીજાના ભલા સિવાય બીજું કંઈ પણ ઇચ્છતા નહોતા માટે તેમની સલાહ ક્યારેય ખોટી ન પડતી, હંમેશાં સચોટ સાબિત થતી.
દ્રષ્ટિ ચિત્રભાનુ : (પુત્રવધૂ) ચિત્રભાનુજી. જયારે હું આ નામનો વિચાર કરું છું, ત્યારે મને મનમાં તેમને માટે અહોભાવ અને ખૂબ બધા સન્માન તથા પ્રેમની લાગણી જ જન્મે છે. જ્યારે હું પરણીને આ ઘરમાં આવી તે પહેલાં હું દિલ્હીમાં વસનારી દિગંબર જૈન હતી. મને ખબર નહોતી કે તે કેટલી મહાન વ્યક્તિ છે. પણ હવે તેમની સાથે પંદર વર્ષ રહ્યા પછી મને ખબર છે – અને મને કોઇએ કહેવાની ય જરૂર નથી કે એ ખરા અર્થમાં ‘મહાત્મા’ છે'. તેમણે હંમેશા મારી નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખી છે, તેમણે મને એટલો પ્રેમ આપ્યો છે અને મને એ રીતે સ્વિકારી છે જાણે હું બિલકુલ આ ઘરની જ દીકરી હોઉં. તેમણે મને સરળ અને રમતિયાળ વાતો થકી ખૂબ બધું શિખવ્યું છે. આજે મને થાય છે કે હું ખરેખર ભાગ્યશાળી છું કે હું આ કુટુંબનો હિસ્સો બની શકી. તે મારા એવા પિતા છે જેમણે મને શિખવ્યું છે કે આ દોડતી-ભાગતી દુનિયામાં કઈ રીતે ન ખોવાઈ જવું. તેમણે મને જે પણ આપ્યું છે અને જે પણ શિખવ્યું છે તે બદલ હું તેમનો ક્યારેય પુરતો આભાર નહીં માની શકું. મારા નસીબને અને આ આશીર્વાદને શબ્દોમાં વર્ણવવાં મારે માટે શક્ય નથી અને તેમનો આભાર માનવો હોય આખું આયખું ઓછું પડે.
આરુષી ચિત્રભાનુ (૯ વર્ષ) મને લાગે છે કે દાદુ બહુ વિશેષ વ્યક્તિ છે. તેમણે માત્ર માનવજાત નહીં પણ પ્રાણીઓને પણ ઘણીબધી રીતે તેમનાં આખા જીવન દરમિયાન મદદ કરી છે. તેમણે પશ્ચિમનાં વિર્ધાથીઓ તથા અન્યોને સારો આત્મા હોવું એટલે શું અને જૈન ધર્મનો અર્થ પણ સમજાવ્યો છે. આજે પણ તેઓ સૌની એટલી જ કાળજી લે છે જેટલી તે વર્ષો પહેલાં સૌની કાળજી લેતા. જો કે આજે આ ઉંમરે તેમનું ધ્યાન રાખવાનું હોય, એ હજી ય અમારું ધ્યાન રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. “તમને શું જોઈએ છે?, તમે કેમ છો, શું ચાલે છે અને તમે ખુશ છો ને?", આ સવાલો એ અમને ઘણીવાર પુછતા હોય છે. આ બતાડે છે તે કેટલા વિચારશીલ,
- ૨૧૫ -
ચિત્રભાનુજી