________________
ઉપસંહાર
જિં
દગીને તેનો આગવો તાલ અને ગતિ હોય છે. તેમાં ઘણા ઉતાર-ચઢાવ, પ્રયાસો અને વાવાઝોડાં, આનંદ, પરમાનંદ, સફળતા, નિષ્ફળતા, સિદ્ધિઓ અને ખિન્નતાના તબક્કાઓ આવ્યા કરે છે. ૨૦૧૨માં ઉત્તર અમેરિકામાં જૈનો અંતર્ગત ૬૫થી વધુ જૈન કેન્દ્રોની સ્થાપનામાં સહાય કર્યા બાદ, આખા વિશ્વની વિવિધ યુનિવર્સિટીઝમાં હજારો વક્તવ્યો અને ધ્યાનનાં સેશન્સ, કોન્ફરન્સીઝ, મંદિરો, ધાર્મિક સ્થળો, સિમ્પોઝિયા અને સંમેલનોમાં હાજરી આપી ચૂકેલા ગુરુદેવની ૯૦મી વર્ષગાંઠ તેમના અનુયાયીઓએ ખૂબ મોટા પાયે ઊજવી.
૨૦૧૫માં ફૉર્બ્સ મૅગેઝિન માટે ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને પ્રશંસક માઈકલ તોબાયસને આપેલા ઈન્ટરવ્યુમાં ગુરુજીએ કહ્યું, ‘હું અત્યારે મારા જીવનના ૯૨મા વર્ષમાં છું, તમે કહી શકો છો કે મારી જિંદગી અનેક રીતે બદલાઈ છે. આજે મારી પાસે સુંદર પરિવાર છે જે મારા પ્રેરણાદાયી જીવનસાથી પ્રમોદાજીથી શરૂ થયો હતો. પ્રમોદાજી પોતાની આગવી રીતે જૈન ધર્મનાં અગ્રણી વક્તા છે અને હું તેમની સાથેના પરસ્પર થતા સમૃદ્ધ સંવાદો ખૂબ માણું છું. તેમની સાથે અમારું કુટુંબ, અમારાં સંતાનો અને તેમના સંતાનો એમ મોહર્યું છે. છતાંય હું નથી બદલાયો કારણ કે હું હજી પણ સાદગી તથા વ્યક્તિની પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય સાથે જ જીવું છું જે ચાળીસ વર્ષ પહેલાં હું સાધુ તરીકે જીવતો હતો ત્યારે પણ એમ જ હતું. આજે બીજું જે પાસું બદલાયું છે તે છે મારો શ્રોતાગણ. આજે હું વધારેને વધારે આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ સાથે સંવાદ સાચું છું જે પહેલાં માત્ર ભારતીય શ્રોતાઓ સુધી સીમિત હતું. ૭૦, ૮૦ અને ૯૦ના દાયકામાં મારી મોટા ભાગની ઊર્જા સંસ્થાકીય ઘડતરમાં ખર્ચાઈ હતી, એવું સંસ્થાકીય માળખું જે ભારતીય સીમાઓની પાર પણ જૈન ધર્મ માટે ટકાઉ અને અનંતના માર્ગનું સર્જન કરે. આજે યુ.એસ.એ. અને કૅરૅડામાં અમારા ૭૦થી પણ વધુ જૈન કેન્દ્રો છે અને તે ખૂબ સારી રીતે કાર્યરત છે. યુરોપ, આફ્રિકા, સિંગાપોર, હોંગકોંગ અને મલેશિયામાં એવાં જૈન દેરાસરો છે જેમને મેં પ્રેરણા પૂરી પાડી છે. આ સંસ્થાનો સ્વાવલંબી છે અને બધા જ સ્તરે ત્યાં કાબેલ નેતૃત્વ છે. સારાંશમાં મેં મારું કામ પૂરું કર્યું છે. આ ખીલી રહેલી અને પાંગરી રહેલી જ્ઞાતિ અને સમુદાયને જોવામાં મને આનંદ મળે છે. પરિણામે મેં હવે મારા જાહેર જીવનને મર્યાદિત કરી દીધું છે અને મારી આંતરિક દુનિયાના આનંદ અને ઉલ્લાસને હું માણું છું.’
ચિત્રભાનુજી જે પણ હજ્જારો લોકોને મળ્યા છે તેમની પર તેમણે અમીટ છાપ છોડી છે. આવા લોકો દ્વારા કહેવાયેલી વાતોથી દળદાર પુસ્તકોનાં થોથાં ભરાઈ શકે
ચિત્રભાનુજી
- ૨૧૩ -