________________
૨૦૧૨માં ગુરુદેવ ચિત્રભાનુજીની ૯૦મી વર્ષગાંઠ આખા અમેરિકાનાં અનેક જૈન કેન્દ્રોમાં ઊજવવામાં આવી. મુંબઈથી ગાયક અને સંગીતકાર કુમાર ચેટર્જીને ગુરુજીના પ્રિય આનંદઘનજીનાં ભજન પ્રસ્તુત કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક કેન્દ્રમાં ગુરુજીનું સન્માન થયું હતું અને આગામી ૧૦ વર્ષ પછી તેમનો ૧૦૦મો જન્મ દિવસ ઊજવવાનું તેમને ખૂબ ગમશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી.
“હું આજે અહીં તમારી શુભેચ્છા અને આશીર્વાદ મેળવવા હાજર છું”, ગુરુજીએ કૃતજ્ઞતાની લાગણી સાથે કહ્યુ હતું. “મારે સો વર્ષ કે તેથી વધુ વર્ષો જીવવું એવી મારી કોઈ ઇચ્છા નથી. નેવું પણ માત્ર આંકડો છે અને ૧૦૦ પણ માત્ર આંકડો છે. આંકડાઓમાં કોઈ જાદુ નથી. તમે એ વર્ષો કેવી રીતે પસાર કર્યાં તે જાણવામાં ખરો જાદુ રહેલો છે. તમે કેટલા આશીર્વાદ મેળવ્યા તેની ગણતરી રાખવી વધારે અગત્યની છે. જીવનનું માપ તે જ હોવું જોઈએ, તમે કેટલાં વર્ષ જીવ્યા તે નહીં. જીવનમાં એક જ બાબત નિશ્ચિત છે મૃત્યુ. એટલે દર રાતે હું જ્યારે પણ ઓશિકે મારું માથું મૂકું છું ત્યારે હું એ જ ગણતો હોઉં છું કે મારા નૈતિક ખાતામાં મેં શું જમા કર્યું. આજે મેં શું સારું કર્યું. શું મેં આજે કોઈની લાગણીઓ દુભાવી ?’’
—
જ્યારે ૨૦૧૪ની સાલમાં પાલિતાણા આખા વિશ્વમાં સૌથી પહેલું પૂરેપૂરું શાકાહારી શહેર બન્યું ત્યારે ગુરુદેવે આનંદ વ્યક્ત કર્યો હતો. આ ક્રાંતિકારી પરિવર્તન આણવા માટે ૨૦૦ જૈન મુનિઓએ ભૂખ હડતાળ કરી હતી તથા શહેરમાં ચાલતાં કતલખાનાંઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ભૂખહડતાળ સફળ રહી અને ગુજરાત સરકારે પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકીને ઇંડાં તથા માંસનું વેચાણ પણ ગેરકાયદે ઠેરવ્યું હતું. ભારતનાં ૫૦ લાખ જૈનો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. વિગનિઝમ એ શાકાહારનો આગલો સ્તર છે. ગુગલ ટ્રેન્ડ પ્રમાણે આજકાલ જાહેર જનતામાં વિગનિઝમ પ્રત્યે રુચિ વધી છે. ભારતમાં ઘણાં શહેરોમાં વિગન ક્લબ અને વિગન ગ્રુપ ચાલે છે જે વિગન ખોરાકનો પ્રચાર-પ્રસાર કરે છે. ધીરે ધીરે પણ મક્કમ પગલે ‘ગ્રીન જૈનીઝમ'નો વિસ્તાર વધી રહ્યો છે અને સતત નવા અનુયાયીઓ પણ આ વિચારને મળી રહ્યા છે. ઘણા અમેરિકન જૈનો હવે વિગન પર્યુષણ પર ભાર મૂકે છે.
તેના એક લેખમાં ગેરી ફ્રાન્સિઓને લખ્યું છે, ‘જેમને અચાનક જ વિગનિઝમ અનુસરવું અઘરું લાગે છે તેમણે તબક્કાવાર વિગન થવું જોઈએ. જેમ કે એક કે બે અઠવાડિયા સુધી નાસ્તામાં કોઈ પણ પ્રકારના પ્રાણીજ ખોરાક ન લો. ત્યાર બાદ બપોરનાં જમવામાં વિગન પસંદગી કરો અને તે અઠવાડિયા માટે અનુસરો અને આખરે
ચિત્રભાનુજી
૨૦૧