Book Title: Yugpurush Chitrabhanuji
Author(s): Dilip V Shah
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 224
________________ આવા મુક્તાત્મા ધરાવતા ગુરુઓના પોતાના શિષ્યો પર કોઈ કાબૂ કે સત્તા નથી હોતાં. જૈન સાધુઓ માટે દશ વૈકાલિક સૂત્ર અનુસાર આકરા નિયમો લેખાયેલા છે અને ગુરુ-શિષ્ય પરંપરા પર પણ ભાર મુકાયો છે જે ૨૬૦૦ વર્ષ પહેલાં મહાવીર સ્વામીના સમયથી નિયત છે. આ પરંપરામાં ગુરુ પર તેના શિષ્યના આચરણની બહુ મોટી જવાબદારી હોય છે. આ જવાબદારી પાર પાડવા માટે નાની નાની બાબતો પર પણ ખૂબ ધ્યાન આપવાનું રહે છે. જ્યારે મને લાગશે કે મારામાં તે પ્રકારની શક્તિ, વૈર્ય અને તે માટે જરૂરી સમય ફાળવવાની સવલત છે જે ગુરુ તરીકેના કર્તવ્ય માટે જરૂરી છે ત્યારે હું પણ શિષ્ય સ્વીકારીશ. ત્યાં સુધી હું આજે જેવો છું તેવો જ રહીશ.” આટલી સીધી વાત કરનાર અને સ્ફટિક સમી પ્રામાણિકતા ધરાવનાર સાધુ મળવા અશક્ય છે. તેઓ પોતાની વાત જલદી જ સાફ રીતે કરી દેતાઃ મેં પોતે જ્યારે સાધુત્વનો રસ્તો પસંદ કર્યો હોય ત્યારે કોઈ બીજું પણ આ માર્ગે આવવા માગતું હોય તો એનો હું વિરોધ કેવી રીતે કરી શકું? દીક્ષા જરૂરી, પવિત્ર અને એવી બાબત છે જેને હળવાશથી ન લઈ શકાય. પણ દીક્ષાની સાર્થકતા તેની ઉપયોગિતા માનવતાના મંચ તરીકે થાય તેમાં છે.” ચિત્રભાનુજી માનવતા અને સર્વાગી ઐક્યના હિમાયતી જ હતા તેમ નથી તેમણે તમામ માટે નવી કેડીઓ રચવાની હિંમત પણ દાખવી છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકાનાં જૈન દેરાસરોમાં નવી પ્રથા શરૂ થઈ. તેમાંની એક હતી કે હિંદુ અને જૈન મંદિર એક સાથે હોય, ખાસ કરીને એવા સ્થળે જ્યાં જૈનોની સંખ્યા ઓછી હોય. ગુરુજીએ આ વિચારને આત્માની ઉદારતા તરીકે આવકાર્યો. તેઓ આ વ્યવસ્થાને ઈશ્વરોની સંસદ' કહેતા. ઘણા સંકુચિત માનસનાં જૈનો હિંદુ જૈન મંદિર ભેગા હોવાની આ વાતને ચિત્રભાનુજીના ટેકાથી નારાજ હતા, પણ તેમણે આવાં ઘણાં મંદિરોનાં ઉદ્ઘાટનને માન્યતા આપી હતી. જેના દ્વારા અન્ય એક નવો ચીલો ચીતરવામાં આવ્યો. બધા જૈનો વચ્ચે એકતા રહે તે માટે જૈનોએ એવાં નવાં મંદિરોની રચનાની વાત કરી હતી જેમાં શ્વેતાંબર અને દિગંબર મૂર્તિઓ સહિત મધ્યમાં નવકાર મંત્રની તપ્તી હોય. ભારતમાં આવું જવલ્લે જ થાય છે. જૈનોને એક કરવાની ઇચ્છાથી આવાં ભેગાં મંદિરો બનાવવાં તે અલગ સંપ્રદાયના આગવા નિયમોનો ભંગ હતો. આ પ્રસ્તાવને પગલે લોકો જે રીતે પ્રાર્થના કરતા તેમાં નાછૂટકે પરિવર્તન કરવું પડ્યું. એમાં માનવામાં આવ્યું કે અલગ અલગ સંપ્રદાયના નિયમોના ઉલ્લંઘન વિના કોઈ અન્ય રીતે પણ એકતા લાવી શકાશે. ચિત્રભાનુજીએ આવા પૂર્વનિશ્ચિત જૈનાના - ૨૦૫ - ચિત્રભાનુજી

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246