________________
દહીં, માખણ જેવાં દૂધનાં ઉત્પાદનોનો જ્યાં સુધી ત્યાગ નથી કરતા ત્યાં સુધી શાકાહાર કે વિગનિઝમ કે અહિંસાની વાત કરવી નિરર્થક છે. અમૅરિકામાં ઘણા જૈનોને લાગ્યું કે ગુરુદેવનો વિગનિઝમ પરનો ભાર મૂકવાનો અભિગમ તેમને થકવી રહ્યો હતો, વધુ પડતો લાગી રહ્યો હતો. હકીકત એ હતી કે તેઓ દૂધનો ત્યાગ કરવા નહોતા માગતા અને માટે પોતાને માટે તકલીફદાયક એવા તેમના વિચારોને દૂર કરવા માગતા હતા. જ્યારે તેમને પુછાયુ કે શું તેઓ પોતાનો સંદેશ હળવો બનાવશે અથવા તો બીજા વિષયની વાત કરશે ત્યારે ચિત્રભાનુજીએ હસીને સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો હતો, ‘મને લોકપ્રિયતાની સ્પર્ધામાં કોઈ રસ નથી. જૈનોને અહિંસક જીવન પ્રત્યે ઉજાગર કરવા મારો ધ્યેય છે.’
આજે પણ ભારતમાં એવા જૈનો છે જે ચિત્રભાનુજીએ કરેલા વિદેશપ્રવાસ અને લગ્નને કારણે તેમને ક્ષમા નથી આપી શકતા. આ બાબતે સવાલ કરનારાઓ સામે ચિત્રભાનુજી માત્ર સ્મિત કરે છે. રસપ્રદ બાબત તો એ છે કે ૧૯૭૦ની સાલમાં મુંબઈ ઍરપૉર્ટ પર થયેલા દેખાવોમાં ભાગ લેનાર એક વ્યક્તિ ૨૦૧૭માં અમેરિકાની મુલાકાતે આવી હતી. ઉત્તર અમૅરિકાના જૈનો માટે ચિત્રભાનુજીએ જે કર્યું છે તે જોઈને તેનું હૃદય જાણે હચમચી ગયું. ચિત્રભાનુજીએ જેને પ્રેરણા આપી હતી તેવા સિદ્ધાચલમ અને જૈન કેન્દ્રની પણ તેણે મુલાકાત લીધી અને ૧૦૦ જણ સાથે એક ઘરમાં થયેલી ધાર્મિક વિધિમાં ભાગ લીધો, જૈન મિત્રોના ઘરે જૈનાના કૅલૅન્ડર્સ જોયા - આ મુલાકાતી ખૂબ લાગણીવશ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે તે જ્યારે ભારત પાછો ફ૨શે ત્યારે ચિત્રભાનુજીને મળશે તથા પચાસ વર્ષ પહેલાં કરેલાં વિરોધ અંગે માફી માગી તેમને પૂરતા સન્માનથી નવાજશે.
મુનિ તરીકે ચિત્રભાનુજી માત્ર જૈનોને જ ઉપદેશ આપતા હતા, પણ ગુરુ તરીકે તેમણે મહાવી૨નો સંદેશો આખી દુનિયામાં એ લોકો સુધી પહોંચાડ્યો જેઓ જૈન ધર્મ વિશે જાણતા પણ નહોતા. જ્યાં સુધી લગ્નની વાત છે તેઓ માને છે કે તે કર્મને પગલે થયેલી ઘટના છે. તેઓ લોકોને એ પણ યાદ કરાવે છે કે ૨૪ તીર્થંકરોમાંથી માત્ર નેમિનાથ અને મલ્લીનાથ બે જ એવા છે જેમણે લગ્ન નહોતાં કર્યાં. સ્વીકૃત અભિપ્રાયની વિરુદ્ધ જઈ તે દર્શાવે છે કે લગ્ન વ્યક્તિનાં જીવનમાં શિસ્ત અને નિયંત્રણ આણે છે. આ કારણોસર પણ લગ્નને આધ્યાત્મિક સફરના અવરોધ તરીકે ન જોવાં જોઈએ.
- ૨૦૦ -
ચિત્રભાનુજી