________________
ધર્મ પરિષદ
ધર્મનો મર્મ પામવા, એક સીડી ચઢો, સંયમ અને કરુણાની, સાથે સાથે અહિંસા અને બીજાના મતને સન્માન આપવાની. આ પછી જ ધર્મના મર્મને, આત્મવિશ્વાસ અને આનંદથી અનુભવી શકાશે.
પ્રકરણ ૨૫:
યુ.એસ.માં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં પ્રાર્થના
– ચિત્રભાનુજી
૨૦૦૧માં ગુરુદેવને યુ.એસ.એ.માં હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવ્ઝમાં પ્રારંભિક પ્રાર્થનાના સંબોધન માટે આમંત્રણ મળ્યું હતું કારણ કે તે વર્ષ મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મ જયંતી વર્ષ હતું. પહેલાં મેરીલેન્ડ, ઓહાયો અને વર્જીનિયાની જનરલ ઍસૅમ્બ્સિમાં જૈન પ્રાર્થનાઓ થઈ હતી. પરંતુ વૉશિંગ્ટનમાં હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવમાં કોઈ ભારતીય ધર્મગુરુ માટે આ સર્વપ્રથમ પ્રસંગ હતો. અમેરિકન જૈનો માટે આ ઇતિહાસનું સર્જન હતું. આખા અમેરિકા તથા કૅનેડાના જૈનોમાંથી ૧૪૦ પ્રતિનિધિઓ, ભારતીય દૂતાવાસના પ્રતિનિધિઓ સાથે આવ્યા હતા અને તેમણે યુ.એસ. હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવની ગૅલૅરીમાંથી આ અદ્ભુત દશ્ય નિહાળ્યું હતું. શ્રી માણેક મુનિ, જૈનાના તત્કાલ પ્રમુખ તથા પૂર્વ છ પ્રમુખો, અમેરિકાનાં કેટલાક જૈન કેન્દ્રોનાં પ્રમુખો તથા જૈનાની ઍક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો હાજર હતા. આ પ્રસંગ મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો.
- ૨૦૯ -
ચિત્રભાનુજી