________________
માલ એ માંસ અને ડેરી ઉદ્યોગ માટે જરૂર પડતા કાચા માલના પાંચ ટકા કરતાં પણ ઓછો છે.
હવે કંઈ સારા સમાચાર પણ જાણીએ. ૨૦૦૦ની સાલથી લોકોને વિગનિઝમમાં વધુ ને વધુ રસ પડતો ગયો છે. વિગન ફૂડ ઘણા દેશોનાં સુપર માર્કેટ અને રેસ્ટોરેન્ટ્સમાં મળવા માંડ્યો. અમેરિકામાં વિગન્સની સંખ્યા ૫ મિલિયન પર પહોંચી છે. જર્મન વૅજિટેરિયન સોસાયટીને મતે ૨૦૧૩માં જર્મનીમાં (અંદાજે ૮.૨ કરોડની વસતિમાંથી) ૮૦૦,૦૦૦ વિગન્સ હતા.
અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓએ જ્યારે વિગન ડાયટ માટેનો ઉત્સાહ દર્શાવ્યો, જ્યારે જસ્ટિન ટીંબરલેક જેવી સેલિબ્રિટીઝ ‘સ્પ્રિંગ ઈટ ઓન ટુ વિગન વિલ' ગીત ગાય ત્યારે લાગે છે કે વિગનિઝમ હવે મુખ્ય પ્રવાહમાં પ્રવેશી રહ્યું છે. ઈઝરાયલમાં ડોમીનોઝે પોતાનો સૌથી પહેલો વિગન પિત્ઝા લૉન્ચ કર્યો. જેમ્સ કેમેરુન જેવા હોલીવુડના અતિ પ્રતિષ્ઠિત ડિરેક્ટર જેમણે એવેટાર અને ટાઈટેનિક જેવી ફિલ્મો બનાવી છે તે પણ વિગન છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી દ્વારા જેમને સ્પોર્ટ્સમેન ઑફ ધી સેન્ચ્યુરીનો ખિતાબ મળ્યો છે તેવા અમેરિકન ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ કાર્લ લુઈસ પણ વિગન છે. તેમના પ્રખ્યાત શબ્દો છે, ‘ટ્રેક સ્પર્ધાનું મારું ઉત્તમ વર્ષ એ હતું જ્યારે મેં વિગન ડાયટ શરૂ કર્યું હતું. વળી, વિગન ડાયટને કારણે મારું વજન પણ કાબૂમાં રહે છે. હું જેવો દેખાઉં છું તે મને ગમે છે. મને ખાવાની વધારે મજા આવે છે અને મને બહુ સારું પણ લાગે છે.’ એવા ઘણા વૈશ્વિક પ્રતિષ્ઠિત લોકો અને સેલિબ્રિટીઝ છે જે હવે વિગન ડાયટ જ અનુસરે છે.
વળી, કાલ્પનિક કથાઓની શાંત અને નૈસર્ગિક સમાજવ્યવસ્થામાં પણ લોકો વિગન નહિ તો શાકાહારી તો હોય જ છે. આર્થર સી ક્લાર્કના પુસ્તક ‘૩૦૦૦: ધી ફાઈનલ ઑડિસી’માં ભાવિ માનવસમાજ સંપૂર્ણ રીતે શાકાહારી દર્શાવાયો છે કારણ કે પશુઉછેર માટે મેદાનો તથા પાણીની અછત છે. તે કથાના સમાજના લોકોને પશુનો ખોરાક તરીકેનો ઉપયોગ પણ જુગુપ્સાપ્રેરક લાગે છે. શાકાહારી સમાજના ૧૦૦૦ વર્ષથી ભાગ છે તેવી એક વ્યક્તિ માંસને ‘મડદાનું ખાણું’ એટલે કે ‘કૉર્પ્સ ફૂડ’ તરીકે ઓળખાવે છે અને કહે છે કે તે હવે નથી ખવાતું. ક્લાર્કની ટૂંકી વાર્તા ‘ધી ફૂડ ઑફ ધી ગૉડ્ઝ'માં માંસના સ્વાદને મળતો આવે એ રીતે સિન્થેટિક ખોરાક તૈયાર કરાય છે, તેનો ઉલ્લેખ સુજ્ઞ સમાજમાં નથી કરાતો.
યુગપુરુષ
- ૨૦૦ -