________________
વિશ્વ દ્વારા થતું મૂલ્યાંકન
ઘણી વાર દુનિયા બે મોવાળી દેવી જેનસ જેવી હોય છે જે તમને એક ક્ષણે કૃપાળુ લાગે અને બીજી જ ક્ષણે દુષ્ટ લાગે. જ્યારે પણ વિશ્વ તમને સારા કે ખરાબ કહે
ત્યારે તમારી જિંદગીને સવાલ કરો. આખરે જાગ્રત આત્મ-ચેતના
ગણ્યા-ગાંઠ્યા લોકોની ધૂનકી કરતાં વધારે અગત્યની છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૨૩: નવી ઝુંબેશ
રી ઇચ્છા છે કે વિગનિઝમનું અભિયાન આધ્યાત્મિક પણ બને જેથી આપણને નક્કર પાયો મળશે. મારે માટે વિગનિઝમ પ્રાણીજ
પેદાશોનો ઉપયોગ અટકાવવાથી કંઈ ગણું વધારે છે.” ગુરુદેવના વિગનિઝમના વિચારમાં સર્વાગીપણું હતું. આપણો આહાર પર્યાવરણ પર પણ અસર કરે છે. ગાયોનો ઉછેર કરવા માટેનો આપણો પર્યાવરણિક ખર્ચ જાણે લથડિયા ખાઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની ૧૩૦ કરોડ ગાયો વર્ષે ૧૦ કરોડ ટન જેટલો મિથેન પેદા કરે છે - એક શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ જેના અણુએ અણુમાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૨૫ ગણી વધારે સૌર ઊર્જા હોય છે. પશુધન (ઢોર, વાછરડાં, ડુક્કર વગેરે)નાં પાલન અને ઉત્પાદન પાછળ યુ.એસ.એ.માં ઉપયોગમાં લેવાતાં તમામ પાણીનાં અડધાં કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ થાય છે. ઉત્તર અમેરિકાનો ત્રીજો ભાગ ચરાઈનાં ખેતરોને અપાયેલો છે. અમેરિકાની અડોઅડધ ખેતીની જમીન પર માંસ અને ડેરી ઉદ્યોગ માટે જરૂરી એવા ઢોરોને ખવડાવવું પડે એ ધાન ઉગાડાય છે. યુ.એસ.એ.ની ૨૨ કરોડ એકર જમીન પરથી પશુ ઉત્પાદન અને ઉછેરના કારણે જંગલો સાફ કરી દેવાયાં છે. બ્રાઝિલમાં અઢી કરોડ એકર જમીન (આ કદ ઑસ્ટ્રિયા દેશ જેટલું છે), મધ્ય અમૅરિકામાં અડધોઅડધ જંગલ પણ બીફ પ્રૉડક્શન માટે સાફ કરી દેવાયા છે. પશુસંવર્ધન કરીને તેમાં જે ખાવાલાયક માંસ મેળવાય છે તેના લીધે પેદા થતા કાચા માલનું મૂલ્ય અમૅરિકામાં વપરાતા ક્રૂડ ઓઈલ, ગેસ અને કોલસા કરતાં કંઈક ગણું વધારે છે. ધાન, શાકભાજી અને ફળો ઉછેરવા માટે જરૂરી કાચો
- ૧૯૯ -
ચિત્રભાનુજી