________________
પરમાર્થનું પ્રમાણ
જે પોતાના પર થયેલા ઉપકારની પ્રશંસા કરે તે ઉમદા માણસ છે. જે અજાણી વ્યક્તિ પર ઉપકાર કરે છે તે ઘણો બધો ઉમદા માણસ છે. પણ જે પોતાની સાથે બૂરું કરનારા ૫૨ ઉપકાર કરે છે, એ સર્વોત્તમ ઉમદા વ્યક્તિત્વ છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૨૨:
વિગન તરફની યાત્રા
રુદેવને મંદિરોમાં દૂધનો ઉપયોગ ખૂબ જ વ્યાકુળ કરે છે. પ્રાચીન પ્રથા મુજબ હિંદુ અને જૈનો મંદિરની વિધિ માટે ઘી તથા દહીંનો ઉપયોગ કરતા આવ્યા છે. આ પરંપરાને વિરોધાભાસી અને વિકૃત માનીએ તો તે સ્વાભાવિક છે, કારણ કે ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતા કહેવાય છે. પારંપારિક રીતે ભારતીયો ગાયને પોતાના કુટુંબનો હિસ્સો ગણે છે. માણસો પહેલાં ગાયનું દૂધ ત્યારે જ પિતા જ્યારે એક વાર તેના વછેરાએ દૂધ પી લીધું હોય. આ કારણોસર જ દૂધ તથા દૂધની પેદાશોને જૈન પ્રતોમાં વર્જ્ય કે હિંસક નહોતા ગણતા.
ગુ
જૈન પ્રતો અનુસાર માણસને જીવવા માટે એકેન્દ્રિય આત્માઓ જેમ કે શાકભાજી-વનસ્પતિ, પાણી, અગ્નિ, ધરતી અને હવા વગેરે ૫૨ શ્રાવકો અને શ્રાવિકાઓ તરફથી મર્યાદિત હિંસાની મંજૂરી મળી છે', ગુરુદેવ સમજાવતાં કહે છે. ‘છતાં પણ કોઈ પણ સંજોગોમાં બે કે પાંચ ઇન્દ્રિયોવાળા જીવો જેમ કે પશુ, પંખી, જીવ, જંતુ અને માણસો પરની હિંસાની મંજૂરી કોઈને પણ નથી. વૈરાગીઓએ પૂરેપૂરા અને તમામ જીવો પ્રત્યે અહિંસક હોવું જોઈએ, જેમાં વનસ્પતિ, પાણી, અગ્નિ, હવા અને ધરતીનો પણ સમાવેશ થાય છે.’
ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમાજમાં જીવનશૈલી બદલાઈ હોવાને કારણે દૂધ તથા તેની બનાવટોનો મંદિરના વિધિ-વિધાનમાં ઉપયોગ થાય છે, તેની પર વિચાર કરવાનો વખત પાક્યો છે. ગુરુદેવ આગળ કહે છે કે ‘આપણે પરંપરાઓનું આંધળું અનુસરણ ન કરવું જોઈએ. ગાય એ પંચેન્દ્રિય પ્રાણી છે જેને મન પણ છે. પંચેન્દ્રિય પ્રાણી પ્રત્યેની
ચિત્રભાનુજી
- ૧૯૩ -