________________
હિંસા જૈન પ્રતોમાં સૌથી મોટું પાપ ગણાય છે. અહિંસાના સૌથી પવિત્ર એવા જૈન સિદ્ધાંત સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન ન થવું જોઈએ.”
સ્પષ્ટ છે કે વિધિ-વિધાન અંતે તો આપણે આધ્યાત્મિક વહેવાર અને કર્મ ખપાવવા માટે જ કરાતા હોય છે. આધુનિક વિશ્વમાં આ હેતુ સાવ એળે જાય છે જયારે મશીનો અને નફાના સમયમાં દૂધ અને દૂધની બનાવટો ક્રૂર રીતે મેળવાય છે તથા તેનો ઉપયોગ ધર્મને નામે કરાય છે.
આપણે દૂધને બદલે સાદા પાણી કે સોયા દૂધના વિકલ્પ અજમાવવા જોઈએ, દીવો કરવા માટે ઘીને બદલે વનસ્પતિના ઘીનો ઉપયોગ કરવો જોઈએ, મીઠાઈઓ સૂકા મેવામાંથી બનેલી હોવી જોઈએ અને ધાર્મિક સમારોહમાં માત્ર વિગન ખોરાક જ પીરસવો જોઈએ.” તેમ ગુરુદેવ સૂચવે છે, “આપણું યુવાધન આવા વિધિ-વિધાનમાં આવતાં પરિવર્તનોની ચોક્કસ પ્રસંશા કરશે.'
વિગનિઝમ અંગે જે પણ પ્રચાર-પ્રસાર કરી શકે તેવા તમામને ગુરુદેવે પ્રોત્સાહન આપ્યું. ગુરુદેવથી પ્રેરાઈને નૉર્થ કેરોલિનાના પ્રવીણ શાહ જે જૈના ઍજ્યુકેશન કમિટીના અધ્યક્ષ છે તેમણે ૧૯૯પમાં બલિંગટન, વર્મોન્ટમાં આવેલા ડેરી ફાર્મની મુલાકાત લીધી. આ ડેરીમાં અંદાજે દોઢસો ગાયો હતી. પ્રવીણ શાહે તે ફાર્મમાં જે જોયું તે જોઈને તે કંપી ઊઠ્યા. ત્યાર બાદ એક લાંબા નિબંધ “માય વિઝિટ ટુડેરીફાર્મમાં તેમણે પોતાનાં અવલોકનો ટાંક્યાં, જેના અંશો અહીં પ્રસ્તુત છે.
આ કાર્યોમાં સૌથી વધુ ક્રૂરતા રહેલી છે જે ભારત, યુ.એસ.એ. અને વિશ્વના બાકી હિસ્સાઓમાં પણ ચાલે છેઃ ગાયોને સતત સગર્ભા રાખવી, ૮૦થી ૯૦% નર વાછરડાને પહેલા છ મહિનામાં જ વિલ ઉદ્યોગ માટે કતલ કરવા અથવા પાંચ વર્ષ પછી બીફ ઉદ્યોગ માટે કતલ કરવા અને ગૌમાતાને તેમની ફળદ્રુપ જિંદગીનાં પાંચ વર્ષ પછી કતલ કરવી જયારે તેમની આવરદા ૧૫ વર્ષ જેટલી હોય છે.
ડેરી ઉદ્યોગમાં થઈ રહેલી ક્રૂરતાને અંગે જાણીને મેં જ્યારે તે જોઈ ત્યારે તેની પર વિશ્વાસ કરવો મારે માટે અશક્ય હતો. અંગત રીતે મને એ વાતનો ડર હતો કે મારે માટે ડેરી ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરીને વિગન થઈ જવું અશક્ય હશે. હું કઈ રીતે મારા ભોજનમાંથી દૂધ, દહીં, માખણ, ઘી અને ચીઝ બંધ કરીશ? વિગન બનવું એટલે હું દૂધવાળી ચા ન પી શકું, ભારતીય મીઠાઈઓ ન ખાઈ શકું, પિત્રા, મિલ્ક ચોકલેટ, આઈસક્રીમ અને ઇંડાં વગરની પણ દૂધનાં ઉત્પાદનોથી બનેલી કેક ન ખાઈ શકું અને બીજી ઘણી વસ્તુઓનો મારે ત્યાગ કરવો પડે.
યુગપુરુષ
- ૧૯૪ -