________________
અશુદ્ધિઓ – દૂધમાં એવી અશુદ્ધિઓ હોય છે જે હોર્મોન્સથી માંડીને જંતુનાશક હોઈ શકે છે. દૂધમાં કુદરતી રીતે જ ગાયના શરીરમાં પેદા થતા હોર્મોન્સ અને વિકાસ માટે જરૂરી તત્ત્વો તો હોય છે. આ ઉપરાંત ગાય વધુ દૂધ આપે તે માટે રિકોમ્બિનન્ટ બોવાઈન હોર્મોન જેવા સિન્ટેટિક હોર્મોનનો ઉપયોગ થતો હોવાથી તે પણ દૂધમાં હોય છે. માણસના શરીરમાં ભળીને આ હોર્મોન માનવી હોર્મોનની કામગીરી પર અસર કરી શકે છે.
જ્યારે પણ ગાયને માસ્ટીટીસ કે આંચળમાં બળતરા જેવી સમસ્યા માટે દવા આપવામાં આવે છે ત્યારે ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે. આ ઍન્ટિબાયટિક્સનાં અંશ દૂધ તથા ડેરી ઉત્પાદનોમાં અમુક પ્રસંગે જોવા મળ્યા છે. દૂધ ઉત્પાદનોની બનાવટ સમયે તેમાં અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. જેમ કે મેલેમાઈન જે ઘણી વાર પ્લાસ્ટિક્સમાં જોવા મળે છે અને જે કીડની અને મૂત્રમાર્ગ પર માઠી અસર કરે છે કારણ કે તેમાં ખૂબ જ નાઈટ્રોજન હોય છે તથા એફ્લેટોક્સીન્સ સહિતનાં કાર્સિનોજનિક ટોક્સિન્સ પણ આ પેદાશોમાં જોવા મળે છે.
નિષ્કર્ષ: દૂધ તથા ડેરીની પેદાશો ડાયટ માટે જરૂરી નથી અને તે ખરેખર તો સ્વાથ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અનાજ, ફળ, શાકભાજી, કઠોળ, દાળ અન્ય સિરિયલ્સ અને જ્યુસ જેવા ફોર્ટિફાઈડ આહાર ધરાવતું સ્વસ્થ ડાયેટ લેવું જ ઉત્તમ છે. આ પોષક તત્ત્વોથી ભરપૂર આહારને કારણે તમને કેલ્શિયમ, પોટેશિયમ, રિબોફ્લાવિન અને વિટામિન ડી જેવી શરીરની તમામ જરૂરિયાતો સરળતાથી મળી રહેશે તથા દૂધનાં ઉત્પાદનો સાથે સંકળાયેલા કોઈ પણ જોખમ પણ લાગુ નહિ પડે. વળી, ગાયનું દૂધ પીવાથી ખોરાકને કારણે થતી એલર્જી પણ વધુ જોવા મળે છે, ખાસ કરીને બાળકોમાં. ગાયનાં દૂધનાં સેવનને કારણે બાળકોમાં સતત કબજિયાતની ફરિયાદ પણ જોવા મળી છે.
વીતતાં વર્ષો સાથે ગુરુદેવે ‘પીટા’નાં ઈનગ્રીડ ન્યુકર્ક તથા પી.સી.આર.એમ.ના ડૉ. નિલ બર્નાર્ડની સાથે ગાઢ કાર્યલક્ષી સંબંધ વિકસાવ્યા. ઈનગ્રીડ ન્યુકર્ક તથા ડૉ. નિલ બર્નાર્ડને કારણે તેઓ વિગનિઝમના સિદ્ધાંતને ઘડનારાં ઘણાં નાજુક અને અગત્યનાં પાસાં અને મુદ્દાને જાણી શક્યા. ગુરુદેવ સાથેના સારા સંબંધને કારણે આ બન્ને વ્યક્તિઓ પણ અમેરિકાનાં જૈન વર્તુળોમાં ખૂબ પ્રચલિત થઈ. ગુરુદેવે એની તકેદારી રાખી કે જૈનાનાં કન્વેન્શન્સમાં આ બન્ને વ્યક્તિઓ ચાવીરૂપ વક્તવ્ય આપે. ઈન ગ્રીડ અને નીલના કામને આધારે મળેલી માહિતીઓનો ઉપયોગ ગુરુદેવ વિગનિઝમ અંગેના વક્તવ્યોમાં કરતા.
યુગપુરુષ
– ૧૯૬ -