________________
છતાંય ડેરી ફાર્મની આ મુલાકાતને પગલે હું તાત્કાલિક જ વિગન થઈ ગયો.
પ્રવીણ શાહે ભારતમાં મુંબઈ નજીક આવેલા એક ડેરી ફાર્મની મુલાકાત પણ લીધી. તેમણે અહીં પણ લગભગ એવી જ ક્રૂરતા નિહાળી. વળી, આમ જોતાં તો અહીં કોઈ પ્રકારના નિયમો પણ નથી અનુસરતા. ભારતમાં ગૌમાંસ પર અમુક રાજ્યોમાં પ્રતિબંધ હોવા છતાં અને ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં તે સસ્તું હોવાને કારણે ગરીબો તે ખાય છે અને ભારતમાંથી મોટા ભાગનાં ગૌમાંસની નિકાસ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ કરતો દેશ છે.
વિગનિઝમના સિદ્ધાંતોને સમજવાની તેમની સફરમાં ગુરુદેવ પેટા - પીપલ ફૉર ધી ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સના પ્રમુખ અને સહસ્થાપક ઈન ગ્રીડ ન્યુકર્ક તથા ફિઝિશિયન કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસીન(પી.સી.આર.એમ.)ના સ્થાપક, સંશોધક, લેખક તથા સ્વાથ્ય પ્રણેતા ડૉ. નીલ બર્નાર્ડથી બહુ જ પ્રભાવિત થયા હતા.
પીટા'ના કાર્યકરોએ ડેરી ફાર્મ અંગે ઘણાં સંશોધનો કર્યા હતાં. તેમનાં વર્ણનો તથા પ્રમોદાજી અને પ્રવીણ શાહે કરેલી રજૂઆતોમાં ટાળી ન શકાય તેવી સમાનતાઓ છે.
પી.સી.આર.એમ.નાં સંશોધનોમાં તો વધુ આકરી ટીકા છે. તેમાં દૂધ ઉત્પાદનો ખાવાથી થતા ફાયદાઓને પડકાર્યા છે અને સાથે તેનાથી ખડાં થતાં સ્વાથ્ય પરનાં જોખમોની પણ વાત કરાઈ છે. પી.સી.આર.એમ.ની વેબસાઈટ પરથી કેટલીક બાબતો અહીં રજૂ કરી છેઃ
અમુક ખોરાકમાં કુદરતી રીતે જ વિટામિન ડી રહેલું હોય છે અને કોઈ પણ ડેરી પેદાશમાં આ વિટામિન કુદરતી રીતે નથી હોતું. આ માટે ફોર્ટીફાઈડ સિરિયલ્સ, ધાન, બ્રેડ, ઓરેન્જ જ્યુસ, સોયા અથવા રાઈસ મિલ્ક ઉપલબ્ધ છે જે વિટામિન ડી આપે છે. ઉપરાંત વિટામિન ડીના સપ્લીમેન્ટ પણ મળે છે.
ચરબીનું પ્રમાણ અને હૃદયનાં દર્દો - ચીઝ, આઈસક્રીમ, દૂધ, માખણ અને દહીં જેવી ડેરી પેદાશોમાં નોંધપાત્ર પ્રમાણમાં કોલેસ્ટ્રોલ અને સેમ્યુરેટેડ ફેટ્સ હોય છે. ચરબી વધારે હોય તેવા ડાયેટ અને ખાસ કરીને સેમ્યુરેટેડ ફેટને કારણે હૃદયરોગનું જોખમ વધે છે અને તેના કારણે અન્ય સ્વાથ્યલક્ષી સમસ્યા પણ ખડી થાય છે.
કૅન્સર - ડેરી પેદાશો ખાવાનો સંબંધ કૅન્સરની શક્યતાઓ સાથે પણ જોડવામાં આવે છે. ખાસ કરીને પ્રજનન તંત્ર, પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરનાં જોખમ ડેરી પેદાશો સાથે સંકળાયેલાં હોવાનું કહેવાય છે.
- ૧૯૫ -
ચિત્રભાનુજી