________________
ગેસ અને પેટના દુખાવાની તકલીફ થાય છે. (જ્યાં સુધી પ્રોટીનનો સવાલ છે દૂધ પણ શાકભાજી જેટલું જ પ્રોટીન આપે છે અને અમુક શાકભાજીમાંથી તો દૂધમાંથી મળે તેના કરતાં વધુ પ્રોટીન મળે છે.) માણસને રોજની કૅલેરીમાંથી ચાર કે પાંચ ટકા પ્રોટીનની જરૂર હોય છે. કુદરતે આહારની એવી વ્યવસ્થા કરી છે કે તમે રોટલી અને બટેટાનું ડાયેટ ખાશો તો પણ તમને તે પ્રમાણ કરતાં વધારે પ્રોટીન મળશે.
ડેરી ઉપ્તાદનોના વિકલ્પ તરીકે સોયાનો ઉપયોગ થાય છે જેમાં વિટામિન હોય છે અને સ્વાદમાં તે દૂધ જેટલું જ સારું (કે ખરાબ) હોય છે. તેમાંથી બહુ સરસ દહીં, પનીર, આઈસક્રીમ, બટર અને મિલ્ક ચોકલેટ બને છે. આ બધા વિકલ્પો દૂધ કરતાં સસ્તા હોય છે.
આ બધી વસ્તુઓ ગણતરીમાં લઈએ તો એ ન ગણકારી શકાય કે દૂધ પીવું એ બિનજરૂરી અને અનૈતિક ચોરી જેવું છે. તમને એમ લાગે છે કે વાછરડાને કોઈ સ્ત્રીના દૂધથી ફાયદો થશે? ના નહીં થાય. તો કઈ રીતે માણસનાં શિશુને ગાયના દૂધથી ફાયદો થાય? મોટા ભાગના સાઉથ ઈસ્ટ એશિયા તથા મિડલ ઈસ્ટના લોકો તેને હાથ પણ નથી લગાડતા અને તે યોગ્ય છે. બધા અભ્યાસોએ દર્શાવ્યું છે કે એશિયન લોકોમાં લેક્ટોઝનું સૌથી વધુ ઈન્ટૉલરન્સ હોય છે. ભારતમાં આપણને બહુ આકરા માર્કેટિંગ અને પશ્ચિમી જાહેરાતોની મદદથી દૂધના ફાયદાઓનો વિચાર વેચવામાં આવે છે. ખરેખર તો કુદરતનો સંપૂર્ણ આહાર' તેનાથી સાવ જ વિપરીત છે - તે કોઈ પ્લિસબો એટલે કે એવી દવા જે માનસિક લાભાર્થે અપાય છે પણ તેની કોઈ શારીરિક અસર હોતી જ નથી અને જોખમી પણ છે. ઉપરાંત દૂધનો દરેક ગ્લાસ, દરેક આઈસક્રીમ, બટરનો લચકો બધું જ એક નાજુક પ્રાણી તથા તેનાં બચ્ચા પર થયેલી ક્રૂરતાને કાયમી કરનાર સાબિત થાય છે.
દૂધ તથા ડેરી ઉપ્તાદનોની અવગણના વિગનીઝમનો છેડો નથી તેનાં બીજાં પણ ઘણાં પાસાં છે. જોકે જૈન દેરાસરોમાં દૂધનો ઉપયોગ આજે પણ પ્રમોદાજી અને ગુરુદેવ માટે ચિંતાનો વિષય છે.
યુગપુરુષ
- ૧૯૨ -