________________
દર વર્ષે વીસ ટકા જેટલી આ ડેરીની ગાયોને અફળદ્રુપ હોવાને કારણે અથવા તો અન્ય કોઈ રોગને કારણે બહાર કઢાય છે. આ ગાયોને ખટારામાં ભરીને કતલખાને મોકલી દેવાય છે અને આમ ગૌમાંસ મેળવાય છે. દૂધ ઉત્પાદન માંસના વ્યાપાર સાથે સમાંતર ચાલે છે. કોઈ પણ ગાય પોતાની સામાન્ય આવરદા પૂરી નથી કરતી. તેને દોહવામાં આવે છે અને પછી કતલખાને ધકેલી દેવાય છે.
વછેરા સાથે શું થાય છે? દરેક વાછરડાને જન્મના ત્રણ જ દિવસ પછી પોતાની માથી અલગ કરી દેવાય છે. જો વાછરડું સ્વસ્થ માદા હોય તો તેને દૂધના વિકલ્પો પર જિવાડાય છે અને આગામી વર્ષોમાં તે દૂધાળી ગાય અને તેની રાહ જોવાય છે. નર વાછરડાને છ મહિનામાં જ વીલ મેળવવા માટે કતલખાને મોકલી દેવાય છે. કેટલાકને ચીઝ ઉદ્યોગમાં વેચાય છે કારણ કે તેમના પેટને તે જીવતા હોય ત્યારે જ ચીરીને રેનેટ એસિડ મેળવાય છે, જેનો ઉપયોગ ચીઝ બનાવવામાં થાય છે. કેટલાક વછેરાઓને આખલા તરીકે પસંદ કરાય છે અને તેમને બાકીની જિંદગી એકાંતમાં રખાય છે તથા જરૂર પડે કૃત્રિમ રીતે વીર્ય સેચન માટે તેમનો ઉપયોગ કરાય છે.
ગાયનો મૂળ સ્વભાવ શું છે? પોતાનાં નાનકડાંઓની કાળજી રાખવી, શાંતિથી ચરવું અને વાગોળવું તથા ધીરજથી તેનાં વીસ વર્ષને કુદરતના સાંનિધ્યમાં પસાર કરવાં. તે કોઈ ચાર પગનું દૂધાળું મશીન નથી જેને અનાથ બનાવી, ઉછેરી, ખવડાવી, દવાઓ આપી, વીર્યસેચન કરીને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે દૂધ મેળવવા એક માત્ર સ્વાર્થી હેતુ માટે શોષણ કરાય.
તમે ક્યારેય વર્ષોથી ચાલી આવતી ડેરી ઉદ્યોગની પ્રથા ફુકણ જોઈ છે?કાયદાકીય રીતે તે ગેરમાન્ય છે પણ હજી પણ હજારો ગાયો પર તેનો પ્રયોગ કરાય છે. ગાયનું દૂધ જેમ ઓછું થવા માંડે ત્યારે એક લાકડી તેનાં ગર્ભાશયમાં નાખીને એ રીતે ફેરવાય છે કે તેને ખૂબ જ પીડા થાય - આમ કરવા પાછળ એમ મનાય છે કે આવું કરવાથી ગાયને થતી તાણને કારણે તેના આંચળમાંથી વધારે દૂધ બહાર આવશે. આ પદ્ધતિને કારણે ગાયને આંતરડામાં ચાંદા પડે છે.
એક ગ્લાસ દૂધ પીવાથી જો શરીરમાં આયર્ન ભળતા અટકવાનું હોય તો લીલાં શાકભાજી ખાવાનો શો અર્થ છે? તમારા શરીરની વાત સાંભળો. તમે ક્યારેય નોંધ્યું છે કે તમે જરાક પણ માંદા પડો તો દૂધના વિચાર માત્રથી પણ ઉબકા આવે છે અને ડૉક્ટરો પણ એમ કહે છે સાજા ન થાય ત્યાં સુધી દૂધ ન પીવું. આ એટલા માટે કારણ કે ચાર વર્ષની ઉંમર પછી મોટા ભાગના લોકો લેક્ટોઝ પચાવવાની શક્તિ ગુમાવી બેસે છે, લેક્ટોઝ એ દૂધમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ છે. આ કારણે મોટે ભાગે ઝાડા,
- ૧૯૧ -
ચિત્રભાનુજી