________________
JORLD JAIN CONGRESS
THL NIL JAIN SAMALFUROPE AND JAIN SOCIAL GROUPS FEDERATION)
લૅમૅસ્ટર(યુ.કે.)માં વિશ્વ જૈન પરિષદને સંબોધન - ૧૯૮૮
ગુરુદેવે ત્યાં અગ્રણીઓ સાથે આધ્યાત્મિક ચર્ચાઓ તથા લાંબી યોજનાલક્ષી બેઠકો કરી. તે વર્ષે જ સપ્ટેમ્બરમાં ગુરુદેવ ન્યુ યૉર્કથી “ફેસ્ટિવલ ઑફ ફરગીવનેસ'ની ઉજવણી માટે લંડન જૈન સોસાયટીનાં આમંત્રણને પગલે લંડન આવ્યા. લંડન જૈન સોસાયટીએ લંડનની ઉત્તરે ૪૫૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે જમીનનો મોટો વિસ્તાર ખરીદ્યો હતો. ગુરુદેવે પર્યુષણના છેલ્લા પાંચ દિવસ લંડનમાં પસાર કર્યા.
ઑગસ્ટ, ૨૦૦૫માં ઓસવાલ એસોસિયેશન ઑફ યુ.કે.એ ગુરુદેવને પોટર્સ બારમાં ભારતીય શૈલીથી બંધાયેલા – કારીગરી અને જૈન સ્થાપત્ય શૈલી – દેરાસરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું. ગુલાબી સેન્ડ સ્ટોનમાં અને આરસમાંથી બનેલા આ મંદિરની મધ્ય છત દેવતાઓની છબીવાળી ઝીણી કારીગરીથી સુશોભિત કરાયેલી હતી. આખી દુનિયાના જૈનો આ દસ દિવસની ઉજવણી માટે ભેગા થયા હતા. લંડનના ૩૦ હજાર જૈનો માટે આ નવું આધ્યાત્મિક આશ્રયસ્થાન – ઘર હતું.
યુગપુરુષ
- ૧૬૨ -