________________
ગુરુદેવ અને પ્રમોદાજીની આફ્રિકાની મુલાકાત અંગે મુખ્ય અખબારોમાં વિગતવાર અહેવાલ છપાયો. આ પ્રવાસ દરમિયાન યુ.એસ.ના પિટ્સબર્ગ પ્રેસ સાથે જોડાયેલા અગ્રણી પત્રકાર મેરલીન મેન્ડેવીટે પ્રમોદાજીનો ઈન્ટરવ્યુ લીધો. મેરલીને પોતાના પહેલાંના અવલોકન અને અનુભવને આધારે જાણ્યું હતું કે શાકાહારીઓ વધારે શાંત હોય છે અને તેમણે પણ તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પ્રમોદાજી આ અવલોકનનું ઉતકૃષ્ટ ઉદાહરણ લાગતાં હતાં, તેમની સુંદરતા અને લાવણ્ય' એમ મેરલીને લખ્યું હતું. તેમણે પ્રમોદાજીને શાકાહાર વિશે અનેક સવાલો કર્યા હતા. તેમના સવાલના જવાબ આપતાં પ્રમોદાજીએ જૈન ધર્મ અને શાકાહાર વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરી હતી. “અમારા ખોરાકમાં એકધારાપણું ટાળવા માટે અમે મસાલાનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદ તૈયાર કરીએ છીએ. તેમણે કહ્યું હતું, “અને અમે દૂધ તથા દૂધની બનાવટોનો ઉપયોગ કરીએ છીએ.'
આ શબ્દો બોલાયા ત્યારે પ્રમોદાબહેનને લગીરેય ખ્યાલ નહોતો કે તેઓ એક સમયે પાકાં વિગન બની જશે અને દૂધ તથા દૂધની બનાવટો તેમના આહારનો ભાગ નહીં હોય.
આફ્રિકામાં વસતા જૈનો સાથે એટલી નિકટતા કેળવાઈ કે પ્રમોદાજી અને ગુરુદેવે ૧૯૮૭ અને ૧૯૯૭માં ફરી તે ખંડની મુલાકાત લીધી. ૧૯૮૭માં તેમની ચાર દિવસની આ સફર દારેસલામથી શરૂ થઈ જે તાન્ઝાનિયાનું સૌથી મોટું અને ધનવાન શહેર છે.
વિકાસને આગળ ધપાવવા માટે માણસજાતે યુદ્ધ રોકવું જ રહ્યું.” ગુરુદેવે પ્રવચનમાં ભાર દઈને કહ્યું. “ધર્મ એ યુદ્ધ માટે નથી પણ તે લોકોને એક કરવા માટે છે.' તેમણે કહ્યું કે લોકોએ નશો, ગુસ્સો, હિસ્સા અને શરાબથી દૂર રહેવું જોઈએ. લોકોને એ સમજ નથી પડતી કે તેઓ શું છે.” તેમણે સમજાવ્યું, “જો આપણે જાતને ઓળખતા હોઈએ તો આપણને મળેલી જિંદગીની ભેટનો આપણે દુરુપયોગ નહીં કરીએ.”
૨૦૦૦ની સાલમાં ચિત્રભાનુજીએ દુબઈ અને મસ્કતના જૈનોની મુલાકાત લીધી. દુબઈના જૈનોએ તેમની સાથે ચર્ચા કરી કે તેઓ પ્રાર્થના કરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા છે જ્યાં તેઓ મહાવીર સ્વામીની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરશે. બધા ધર્મનાં મૂળ તરીકે ચિત્રભાનુજીએ પોતાના સંદેશામાં “અહિંસા પરમોધર્મના વિચાર પર ભાર મૂક્યો. આ મૂળભૂત વિચારધારા જ બધા મહાન ધર્મોમાં કરુણા અને જીવન પ્રત્યેનો કાળજીભર્યો અભિગમ વિકસાવવા માટે અનિવાર્ય છે.
યુગપુરુષ
- ૧૬૦ -