________________
ધ્યાનનો રોજ અભ્યાસ કર્યા પછી તેને એવી લાગણીનો અનુભવ થવા માંડ્યો જેને વર્ણવવી શક્ય નહોતી. તેણે મેટાફિઝિક્સ અને દૈહિકથી વિપરીત માનસિક આધ્યાત્મિકતાની જાગૃતિના વર્ગો ભરવાની શરૂઆત કરી. તેના શિક્ષકે એક વાર કહ્યું, ‘આ તો તારે શીખવવાનું હોય, શીખવાનું ન હોય.’
જોકે કૅથરીનને પોતાના શિક્ષક શું કહી રહ્યા છે તેનો ખ્યાલ ન આવ્યો પણ તેને આ ટિપ્પણીમાં રસ ચોક્કસ જાગ્રત થયો. આ જ સમય દરમિયાન તેને ઓલિવેટમાં વિકએંડ રિટ્રીટમાં જવાનું થયું.
પોતાના પ્રવચનમાં મિત્ર, ચક્ર મૅડિટેશનની વાત કરી રહ્યા હતા. શરીરના ગૂઢ સ્તરમાં ચક્રો ઊર્જાનાં કેન્દ્ર હોય છે. કૅથરીનને લાગ્યું કે મિત્ર પ્રવચનમાં જે પણ કહી રહ્યા હતા તે બધા સમક્ષ પોતાનું હૃદય જાણે ખૂલી રહ્યું હતું. તે એ બધી બાબતો સાથે જાતને સાંકળી શકી કારણ કે ક્યાંક કોઈ સ્તરે તે આ બધું જાણતી જ હતી.
પ્રવચન પછી તેણે મિત્ર પર સવાલોનો વરસાદ વરસાવ્યોઃ ‘તમે આ ક્યાંથી શીખ્યા ? તમને આ કેવી રીતે ખબર પડી ? તમને આ કોણે શીખવ્યું ?'
મિત્રએ જવાબ આપ્યો, ‘હું ચક્ર વિશે ચિત્રભાનુજી પાસેથી શીખ્યો.'
આ નામ કૅથરીન માટે સાવ નવું હતું. તેને ચિત્રભાનુજી વિશે વધારે જાણવું
હતું.
‘તે મારા ગુરુ છે, એક વખતના જૈન સાધુ. તે ભારતથી આવ્યા છે અને ન્યુ યૉર્કમાં રહે છે.'
મિત્રે તેની સાથે ચિત્રભાનુજી વિશે વધારે વિગતવાર વાત કરી. રિટ્રીટ પછી કૅથરીને ચક્રોની માહિતી આપતી મિત્રની બધી ઑડિયો ટેપ્સ બહુ ધ્યાનથી સાંભળી. તેને ગુરુદેવને મળવાની પ્રેરણા મળીઃ
‘તમે એમને ગમે ત્યારે મળી શકો' મિત્રે જવાબ આપ્યો. ‘એ ઈસ્ટર દરમિયાન ડેટ્રોઈટમાં જ હશે, તું જઈને તેમને મળી શકીશ.’
આ મુલાકાત થઈ તે પહેલાં કૅથરીને ‘ડુ સમથિંગ ડિફ્રન્ટ' શીખવવાની શરૂઆત કરી દીધી હતી. આ એવા છ વર્ગોની શ્રેણી હતી જેમાં મેટાફિઝિકલી જીવન જીવવાની રીત દર્શાવાતી હતી ખાસ કરીને એક્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શનને વિકસાવવાની રીત. તે સમયે મેટાફિઝિક્સને મુખ્ય પ્રવાહનો વિષય ન ગણવામાં આવતો. તે મનનાં બંધ
યુગપુરુષ
- ૧૬૮ -