________________
આપ્યું. તેમણે મેનેજરને પૂછ્યું કે શું આ ચીજો હમણાં હમણાંથી જ સ્ટોરમાં મુકાયા માંડી છે કે શું? મેનેજરે કહ્યું કે તે વર્ષોથી અહીં મુકાય છે જે સાંભળીને પ્રમોદાજીને ભારે આશ્ચર્ય થયું.
આ પ્રમોદાજી માટે વધુ એક આઘાત હતો.
તેમને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ વિચાર કે આદર્શને તમે પૂરી રીતે સ્વીકારો ત્યારે પરિવર્તન આપમેળે જ શરૂ થાય છે. આમ જ્યારે તેમણે પોતાના રસોડામાંથી દૂધ તથા અન્ય ડેરી ઉત્પાદનો દૂર કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈ ચમત્કૃતિથી તેના વિકલ્પો તેમની નજર સામે આવીને ઊભા રહી ગયા.
લાસવેગાસની એ મુલાકાત દરમિયાન ગુરુદેવને પણ પહેલી વાર વિગનિઝમના વિચારનો પરિચય થયો. તેમની સાથે પણ તે આકસ્મિક ઘટના જ હતી.
વક્તવ્ય પછી પ્રશ્નોત્તરીનો સમય હતો. એક અમેરિકને તેમને પૂછ્યું, ‘ગુરુદેવ તમે અગ્રણી જૈન ગુરુ છો અને જૈન ધર્મ અહિંસા પર બહુ ભાર મૂકે છે તો તમે માત્ર શાકાહારી કેવી રીતે હોઈ શકો?”
ગુરુદેવને આ સવાલ ન સમજાયો.
તેમણે કહ્યું, “હું શાકાહારી છું, કારણ કે હું માંસાહાર નથી કરતો.” ‘પણ તમે દૂધ અને દૂધની અન્ય બનાવટો તો ખાવ છો, ખરુંને?”
હા.'
“તો પછી તમે અહિંસાના પ્રચારક કેવી રીતે હોઈ શકો? તમને ખ્યાલ નથી કે ડેરી ઉત્પાદનો અને દૂધ વગેરે માટે કેટલી બધી ક્રૂરતા આચરવામાં આવે છે?'
આ સવાલ બહુ સીધો હતો અને કોઈ દોષારોપણ સમાન હતો. આખા હોલમાં એક વિચિત્ર ચુપકીદી છવાઈ ગઈ.
“મારા મિત્ર, મને ડર છે કે તમે જે વાત કરી રહ્યા છો તેનો મને પૂરો ખ્યાલ નથી. પણ હું ખાતરી આપું છું કે હું મારી જાતને આ બાબતથી ચોક્કસ પરિચિત કરાવીશ.”
યુગપુરુષ
- ૧૮૬ -