________________
હું વેનીલા આઈસક્રીમવાળો મિલ્કશેક લઈશ', તેમણે કહ્યું.
આ સાંભળી ઘણી સ્ત્રીઓને આશ્ચર્ય થયું અને તે ભાવ તેમના ચહેરા પરથી સાફ દેખાઈ આવતો હતો. પ્રમોદાજીએ તેમના ચહેરાના બદલાયેલા હાવભાવ જોયા. તેમને આ બદલાવ પાછળનું કારણ ન સમજાયું. વેનીલા આઈસક્રીમ અને મિલ્કશેકનો ઓર્ડર અજુગતો હતો કે શું?
“એટલે તમે દૂધ અને દૂધનાં ઉત્પાદનો ખાવ છો?” એક સ્ત્રીએ સવાલ કર્યો.
હાસ્તો.” પ્રમોદાજીએ નિઃશંકપણે જવાબ આપતાં કહ્યું, “મારી ઘણી વાનગીઓમાં દૂધ, દહીં, ચીઝ, ઘી વગેરે હોય છે. હું રસોઈમાં આ બધી ચીજોનો છૂટથી ઉપયોગ કરું છું.”
“ઓહ લાગે છે કે તમને ખ્યાલ નથી કે આ દૂધ ઉત્પાદનોની બનાવટ પાછળ ખરેખર શું થતું હોય છે? અને ગરીબડા વાછરડાંઓની કેવી હાલત થતી હોય છે.”
પ્રમોદાજીને કંઈ ખબર નહોતી. તે ચૂપ હતા.
‘તમે અહિંસા અને કરુણાની વાત કરો છો ખરુંને?” એક સ્ત્રીએ કહ્યું, “એમ હોય તો પછી કઈ રીતે તમે દૂધની બનાવટો ખાઈ જ શકો?'
પ્રમોદાજી બિલકુલ ગૂંચવાઈ ગયાં. તેમને કલ્પના પણ નહોતી કે અહિંસા, કરુણા અને દૂધની બનાવટો વચ્ચે શું સંબંધ છે.
તમે શેની વાત કરો છો?' આખરે તેમણે પૂછ્યું, “તમે શું કહેવા માંગો છો?”
આ વિષયની વાત છેડવા બદલ મને માફ કરજો પણ મને લાગે છે કે વિગનિઝમની વાત કરવા માટે આ યોગ્ય સમય નથી.”
વિગનિઝમ !
જલદી જ વિષય બદલી નખાયો અને સ્ત્રીઓએ પોતાનું સેશન ચાલુ રાખ્યું. જોકે પ્રમોદાજીનું ધ્યાન એ વાતોમાં ન હતું. આ સ્ત્રીઓની અછડતી વાતથી તેઓ વિચલિત થઈ ગયાં હતાં. તેમને ઘરે જઈને વિગનિઝમ વિશે વાંચી તેને વિશે બધી જ માહિતી મેળવવી હતી.
યુગપુરુષ
- ૧૮૪ -