________________
રહેલા બીજા જીવને પોષણ, રક્ષણ, કાળજી અને પ્રેમ આપે છે અને તેમ કરવામાં તે પોતાને પડતી તકલીફ ભૂલી જાય છે, પોતાની પીડા ભૂલી જઈને નવા સર્જનને ઘડે છે, તેને જીવ આપે છે. તેનો પ્રેમ, કરુણા અને દયા આ જીવ તરફ વહે છે અને તે સ્વાભાવિક રીતે જ તેનું સર્જન વિશ્વમાં આવે ત્યારે લોહીના અનિવાર્ય પ્રમાણને દૂધમાં ફેરવે છે. દૂધ માત્ર આ નવજાત શિશુઓ માટે હોય છે અને તે પણ મર્યાદિત સમય માટે, તેના પોષણ અને વિકાસ માટે. દૂધ એ કુદરતની નાજુક બાળકને અપાયેલી ભેટ છે. લાલ લોહી સફેદ દૂધમાં એક બાળક માટે ફેરવાઈ જાય તે કુદરતનો ચમત્કાર છે.'
ગુરુદેવ કહે છે કે જે પણ લોકો દૂધ પીએ છે એ બધા જ માણસો પર કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. એક જીવના જીવનમાંથી દૂધ લઈને પીવું તેને લીધે કર્મના સિદ્ધાંતને આધારે ત્રણ પ્રકારની અસરો થાય છેઃ
આપણે જ્યારે ગાયનાં વાછરડાં માટેનું દૂધ લઈ લઈએ છીએ ત્યારે ગાય અને તેના વાછરડાંના વલોપાતના તરંગો આપણી પર અસર કરે છે અને તે આપણા જીવનમાં અલગાવ પેદા કરનારા સાબિત થાય છે. આપણે અન્યોમાં જ્યારે દુઃખ રોપીએ ત્યારે જે તરંગોને લીધે આપણે આપણા પ્રિયજનોથી દૂર થવું પડે છે તે જ કર્મની અસર છે.
કોઈ પણ ગાય ૨૫ વર્ષ જીવે છે. માણસો આ આયુષ્યને તેની કતલ કરીને અથવા તો વીલ ઉદ્યોગ માટે ઓછું કરી દે છે. કોઈ સજીવનું જીવન ટૂંકું કરનારાઓને કર્મનો સિદ્ધાંત એ રીતે નડે છે કે તેનાં પ્રિયજનોની જિંદગી પણ ટૂંકી થઈ જાય છે. વળી, તેમનું મૃત્યુ અકુદરતી રીતે કે હિંસક રીતે થાય તેમ પણ બને. એમ પણ થાય કે તેમનો અકસ્માત થાય અથવા કોઈ કાયમી ખોડખાંપણ રહી જાય.
આપણે ગાય પાસેથી તેનું બાળક છીનવી લઈએ અને વાછરડા માટેનું દૂધ પણ લઈ લઈએ ત્યારે તે ગાયની મંજૂરી વિના થયેલું કૃત્ય છે. આ દાનને અદત્ત દાન કહે છે જેમાં તે દાતા થકી નથી થયું. આમાં બીજાની ચીજ તેની પરવાનગી વિના લઈ લેવાઈ છે. આમ કરનારાએ પોતાની મિલક્ત, ધન કે સ્વજનને ગુમાવવાની તૈયારી રાખવી જોઈએ.
૧૯૯૫ની સાલમાં પ્રમોદાજીએ “ધી બુક ઑફ કંપૅશન-રેવરન્સ ફોર ઓલ લાઈફ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તક તેમણે પ્રવીણ કે. શાહ સાથે મળીને સંપાદિત કર્યું હતું. પ્રવીણ શાહ નોર્થ કેરોલિનાના જૈન કેન્દ્રના અધ્યક્ષ હતા. પુસ્તકની પ્રસ્તાવનામાં તે બન્ને જણે ટાંક્યું હતું કે:
યુગપુરુષ
- ૧૮૮ -