________________
આ એક શરૂઆત હતી.
ન્યુ યૉર્ક પાછા ફરીને ગુરુદેવે પોતાની જાતને ડેરી ઉદ્યોગની વરવી બાજુની બધી જ માહિતીથી જ્ઞાત કરી. સ્વાભાવિક છે કે આ વિષય પર પ્રમોદાજી સાથે પણ લાંબી ચર્ચા થઈ. ખરેખર સ્વતંત્ર મિજાજની વ્યક્તિ હોય તે હંમેશાં નવી દ્રષ્ટિ અને જ્ઞાન માટે મન મોકળું રાખે છે. ગુરુદેવે એ સ્વીકાર્યું કે તેમની સમક્ષ નવી હકીકતો આવી હતી અને તેઓ તેમની પહેલાંની માન્યતાઓને પડકારે તેવી હતી. શરૂઆતી આંચકા પછી તેમને પોતાની જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનો કરવામાં કોઈ જ વાંધો ન હતો. આમ વિગનિઝમ તેમની આધ્યાત્મિક અને દુન્યવી જિંદગીની કાયમ પ્રગતિ પામતી સફરનો નવો સિદ્ધાંત બન્યો.
ગુરુદેવ એમ માનતા હતા કે તમે પોતે જ્યાં સુધી કોઈ બાબત ન અનુસરતા હો ત્યાં સુધી તે વિશે ઉપદેશ આપવું યોગ્ય નથી. એક વાર વિગનિઝમના સિદ્ધાંતો તેમણે પૂરેપૂરી રીતે ગ્રહણ કરી લીધા અને તેમનાં જીવનમાં ગોઠવાઈ ગયા પછી પ્રમોદાજી અને ગુરુદેવ માટે અન્યને તેમની સફરના આ નવા પાસાની વાત કરવાનો વખત પાક્યો હતો. તેમણે વિગનિઝમ વિશે તેમનાં વક્તવ્યો, પુસ્તકો અને મુલાકાતો દ્વારા પ્રચાર કરવાનું નક્કી કર્યું. તેમને ખાતરી હતી કે અહિંસાના સિદ્ધાંતનું પૂરેપૂરું પાલન, કરુણા અને જૈન ધર્મ ત્યારે જ પૂરી રીતે ગ્રાહ્ય ગણાય જ્યારે વિગનિઝમનું પાલન થતું હોય.
સાધુ જીવનનો ત્યાગ અને વિદેશગમન કરીને ચિત્રભાનુજીએ બે દાયકા પહેલાં ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. હવે તેઓ એક બીજા ક્રાંતિકારી માર્ગે જવા તૈયાર હતા – લોકોને વિગનિઝમ પ્રત્યે સજાગ બનાવવા માટે. તેમને લગીરેય ખ્યાલ નહોતો કે જૈન સમુદાયમાંથી જ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડશે. છતાંય નક્કર પ્રતીતિને પગલે વિગનિઝમનો પ્રચાર-પ્રસાર આજે પણ તેમના જીવનનો અથાક પ્રયત્નશીલ હિસ્સો બનેલો છે.
દૂધ કોઈ છોડ પર નથી ઊગતું. તે કુદરતનું સૌથી સુંદર આશ્ચર્ય છે. પોતાની આગવી છટામાં બોલતાં ગુરુદેવ ઉમેરે છે, “MILK' શબ્દનો વિસ્તાર કરીએ તો મધર્સ ઈનફાઈનાઈટ લવ એન્ડ કાઈન્ડનેસ. દૂધ માણસ કે પ્રાણીઓમાં માતામાં ઉત્પન્ન થાય છે. જયારે કોઈ પણ માદા પછી તે માનવી હોય કે પ્રાણી જ્યારે સગર્ભા થાય છે, એક જીવને જન્મ આપે છે ત્યારે જ તેનું લોહી દૂધમાં ફેરવાય છે. આ એટલા માટે થાય છે કે તે સર્જનહાર તરીકેની પોતાની જવાબદારી નિભાવે છે. તે પોતાની જાતમાં
- ૧૮૭ -
ચિત્રભાનુજી