________________
તેઓ ન્યુ યોર્ક પાછાં ફરવા સુધી રાહ ન જોઈ શક્યાં અને તેમણે ઈન્ટરનેટ પર આ અંગે ઘણા લેખો તથા પુસ્તકો જોયાં, તેઓ ચોંકી ગયાં હતાં.
વિગનિઝમ એ જીવન જીવવાની એવી રીત છે જેમાં શક્ય હોય ત્યાં સુધી બધી જ રીતે ખોરાક, પોશાક કે અન્ય કોઈ પણ હેતુ માટે પ્રાણીઓ પર થયેલી ક્રૂરતાને ટાળવી. વિગનિઝમને અનુસરનારને વિગન કહેવાય છે.
વિગન્સ માંસ, માછલી, ઇંડાં કે પોસ્ટ્રી નથી ખાતા. શાકાહારી હોવા ઉપરાંત વિગન્સ પ્રાણીજ પેદાશો જેમ કે દૂધ, દહીં, માખણ, ઘી, ચામડું, ફર, સિલ્ક, ઊન, પ્રસાધનો વગેરેનો ઉપયોગ પણ નથી કરતા. લોકો સ્વાથ્ય, પર્યાવરણ અને નૈતિક કારણોસર વિગનિઝમને અનુસરે છે.
ડેરી ઉદ્યોગમાં રહેલી છૂપી કૂરતાનાં સત્યથી પ્રમોદાજી હચમચી ગયાં હતાં. તેમને ખાતરી થઈ કારણ કે જે રીતે માંસ ઉદ્યોગ, માંસ ખાનારાઓને કારણે ચાલે છે તે જ રીતે ડેરી ઉદ્યોગ ડેરીનાં ઉત્પાદન ખરીદનારાઓને કારણે ચાલે છે. આ આખી બાબતની હકીકત રૂંવાડા ખડાં કરી દે તેવી હતી; એક વાર ડેરીમાં દૂધ આપતી ગાય કે ઇંડાં આપતી મરઘી ઘરડાં થઈ જાય પછી તેમને માંસ તરીકે વેચી નાખવામાં આવતાં અને નર વાછરડું દૂધ ન આપતું હોવાથી તેને માત્ર ને માત્ર વીલ (નાજુક વાછરડાનું માંસ) માટે જ અથવા તેને અન્ય ઉત્પાદન માટે ઉછેરવામાં આવે છે.
ડેરી ઉદ્યોગની આ અંધારી બાજુ વિશે જાણીને પ્રમોદાજીને ખૂબ જ અફસોસ થયો.
હે ભગવાન, આટલાં વર્ષોથી હું અહિંસાનો પ્રચાર-પ્રસાર કરું છું, પણ આ બધા સમય દરમિયાન મેં જે આહાર લીધો છે તેનું મૂળ હિંસામાં રહેલું છે. મેં આ કઈ રીતે થવા દીધું? હું આને મંજૂરી જ કેવી રીતે આપી શકી?”
જ્યારે મને આ સત્ય સમજાયું ત્યારે અંદરથી જ પરિવર્તન થવા માંડ્યું.' પ્રમોદાજીએ એક વાર જૈનાના ડેટ્રોઈટના સમારોહમાં આ વાત કરી. “મેં તો હંમેશાં અહિંસામાં એક વિચાર નહીં પણ સજાગ મનની કટિબદ્ધતા તરીકે વિશ્વાસ રાખ્યો છે. જ્યારે સજાગતાને ખાતરી થઈ ત્યારે બધું આપમેળે જ ગોઠવાઈ ગયું.”
આ ઘટના પછી આકરું આત્મવિશ્લેષણ શરૂ થયું. પ્રમોદાજીએ એક હેલ્થ ફૂ. સ્ટોરની મુલાકાત લીધી જ્યાં તેઓ નિયમિતપણે જતાં. તેમણે અચાનક જ એ રેક્સ જોયા જ્યાં નૉન-ડેરી ઉત્પાદનો મૂક્યાં હતાં, તેમણે પહેલાં આ તરફ ધ્યાન જ નહોતું
- ૧૮૫ -
ચિત્રભાનુજી