________________
R - Reconciliation - સમાધાન - લોકો સાથેના મારા દરેક ભેદભાવનું સમાધાન કરતાં શીખી જેથી હું રાઈનો પહાડ ન બનાવું.
B - Better to best - સારાથી શ્રેષ્ઠ – કઈ રીતે સારી રીતે બહેતર બનીને જીવવું તે શીખવ્યું જેથી હું શ્રેષ્ઠ બની શકું.
H - Healing - રૂઝ અથવા દર્દ મટાડવું – તમે મને શીખવ્યું કે આંતરિક જાગૃતિનાં પ્રકાશથી કઈ રીતે કોઈ પણ દર્દ મટાડી શકાય છે.
A - Adoration - પૂજ્ય ભાવ - જીવન પ્રત્યે અને તમારા પ્રત્યે પણ ગુરુદેવ.
N - Not - નહીં - તમે અમને શીખવ્યું છે કે જીવનમાં શેને માટે મથામણ કરવી તેને પગલે હું શેને માટે મથામણ ન કરવી તે પણ શીખી છું.
U - Un-limitedness - અસીમ – આપણે શું છીએ તેની ખરેખર ખબર પડે ત્યારે જે અનુભવ થાય છે તે.
કૅથરીને એક વાર કહ્યું કે “હું ગુરુદેવની આટલી પ્રશંસા કરું છું, કારણ કે તે મારે માટે તથા બીજા ઘણા માટે માર્ગદર્શક પ્રકાશ બન્યા છે અને તે કેથલીક ચર્ચના પોપ સમાન છે. જૈન સમુદાયમાં તેમનું પણ એ જ સ્થાન છે.”
ગુરુદેવ અને કૅથરીન વચ્ચે પરસ્પર આ જ હેત હતું તેનો કૅથરીનને બમણો આનંદ હતો.
દર વર્ષે જ્યારે પણ ગુરુદેવ લાઈટ હાઉસ સેન્ટર આવતા તેમનો જન્મદિવસ ઊજવવામાં આવતો. ૧૯૯૬ની સાલમાં લાઈટ હાઉસના ઘણા શિષ્યો તેમનો ૭૪મો જન્મ દિવસ ઊજવવા તથા અમેરિકામાં તેમને ૨૫ વર્ષ પૂરાં થયાં હોવાની ઉજવણી માટે ન્યુ યોર્ક ગયા હતા. આ ઉજવણીમાં ચેતનાએ વક્તવ્ય આપવાનું હતું અને તેણે જે કહ્યું તેના અંશ અહીં પ્રસ્તુત છેઃ
“મને લાગે છે કે આપણામાંના દરેકે તેમના પ્રેમ અને સમજનો અનુભવ કર્યો છે, કારણ કે તેમની પાસે એવો પ્રેમ છે જે મોસમ સાથે અટકતો કે બદલાતો નથી અથવા ક્ષુલ્લક કારણે થોભતો નથી. તેમનો પ્રેમ સતત ચાલ્યા કરે છે અને જે પણ તેને સ્વીકારવા માટે મોકળાશ રાખે છે તે તમામને સ્પર્શે છે. તે કોઈ ને કોઈ રીતે
- ૧૭૭ –
ચિત્રભાનુજી