________________
આશા શેઠ લાઈટ હાઉસ સેન્ટરની નજીક જ રહેતાં હતાં. તેઓ મુંબઈમાં ઉછર્યા હતાં અને બાળપણથી જ ગુરુદેવના ભક્ત હતાં. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યાં હતાં અને તેઓ મધુર અવાજવાળાં બાહોશ ગાયિકા અને લાઈટ હાઉસ ઍન્ટરનાં પડોશી હોવાને નાતે કેન્દ્રને તેઓનો ઘણો લાભ મળ્યો. તેઓ આ બધાં વર્ષો દરમિયાન લાઈટ હાઉસ સેન્ટરમાં શિક્ષા આપવા આવતાં અને પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં. તેઓ પોતાના ઘરે વ્યક્તિગત અને સમૂહમાં શાકાહારી ભોજનના વર્ગો પણ ચલાવતાં. તેમના પતિ નરેન્દ્ર શેઠ પણ લાઈટ હાઉસ સૅન્ટરની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે.
ગુરુદેવ લાઈટ હાઉસ સેન્ટરમાં જૈન શિક્ષણ બોધ તો લાવતા જ હતા પણ સાથે સાથે અન્ય જૈન કેન્દ્રોમાં લાઈટ હાઉસની વાત પણ લઈ જતા. જ્યારે પણ તેઓ કોઈ પણ જૈન કેન્દ્રની મુલાકાતે જતા ત્યારે કેથરીન અને તેના શિષ્યો તેમનું પ્રવચન સાંભળવા હાજરી આપવાનો ચોક્કસ પ્રયાસ કરતાં. ઘણી વાર તેઓ શિષ્યોને ઊભા કરીને નવકાર મંત્ર અને ચત્તારી મંગલમ ગાવા કહેતા; શ્રોતાઓને આ સાંભળીને નવાઈ લાગતી અને તેઓ જાણવા માગતા કે આ વિદેશીઓને કઈ રીતે આ મંત્રો આવડે છે. આ શિષ્યોને હંમેશાં આવકાર મળતો, સ્વાદિષ્ટ જૈન સાત્વિક ભોજન મળતું અને ઘણી વાર સ્ત્રીઓ અન્ય સ્ત્રી શિષ્યોને કુર્તા અને સલવારનો ડ્રેસ પણ ભેટ આપતી. સમયાંતરે લાઈટ હાઉસના વિદ્યાર્થીઓ અને ચેતનાએ શિકાગો, ડેટ્રોઈટ અને ડેટન વગેરે શહેરોમાં થયેલી દેરાસરોના ભૂમિપૂજનની અનેક વિધિ-ઉજવણીઓમાં તથા દેરાસર બંધાઈ જાય પછીના અર્પણ સમારોહમાં પણ હાજરી આપી. તેઓ એક વાર ઑન્ટેરિયો મિસિસાગામાં દેરાસરના અર્પણ સમારોહમાં પણ ગયા હતા.
બીજા કેન્દ્રના જૈનો પણ લાઈટ હાઉસના સભ્યોને આવકારતા. શરૂઆતમાં જ લાઈટ હાઉસને ઓહાયોની જૈન સોસાયટી તરફથી તેમના બિલ્ડિંગ માટે ભંડોળ મળ્યું હતું. કેટલાક જૈનો લાઈટ હાઉસ સેન્ટરના સભ્ય બન્યા હતા. પર્યુષણ અને અન્ય ઉજવણીમાં તથા ગુરુદેવને મળવા માટે ગ્રેટર ડેટ્રોઈટના સેન્ટરમાં આવતા લાઈટ હાઉસ શિષ્યોને ઉમળકાભેર આવકાર મળતો. ફિલાડેલ્ફિયાના દેવેન્દ્ર પીરે મહાવીર અને નાગનું સુંદર ચિત્ર પણ લાઈટ હાઉસને ભેટ આપ્યું હતું જે ત્યાં મુકાયું પણ હતું.
ગુરુદેવે “જૈન” દ્વારા પણ લાઈટ હાઉસ સેન્ટરને જૈનો સાથે જોડવામાં મદદ કરી હતી. દર બે વર્ષે આખા અમેરિકાનાં જૈન કેન્દ્રો દ્વારા ચાર દિવસનો સમારોહ વિવિધ સ્થળોએ યોજાતો. લાઈટ હાઉસના શિષ્યો ફિલાડેલ્ફિયા, ડેટ્રોઈટ, સાન ફ્રાંસિસ્કો,
- ૧૭૯ -
ચિત્રભાનુજી