________________
સુખ
સુખ એ ચંચળ પ્રાણી છેઃ જે કશું નથી માગતા તેની પાસે તે દોડી જાય છે અને જે
લોકો સતત તેની પાછળ દોડતા રહે છે તેનાથી દૂર રહે છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૨૦ લાઈટ હાઉસ સેન્ટર
‘ચિત્રભાનુજી? એ કોણ છે? મેં તો તેમના વિશે ક્યારેય નથી સાંભળ્યું?
રે કૅથરીન ફ્લોરીડાએ ચિત્રભાનુજીનું નામ પહેલી વાર સાંભળ્યું
ત્યારે તેમનો આ જ પ્રતિભાવ હતો. ૧૯૭૦માં કૅથરીન, એક
વિધવા અને બે સંતાનોની માતા મિશીગન ઓલિવેટમાં સ્પિરિચ્યુંઅલ ફંટિયર્સ ફેલોશિપની વિકએંડ રિટ્રીટમાં ગઈ હતી. તેમણે મિત્ર (રેવર.... રોબ ગારેન)નું વક્તવ્ય સાંભળ્યું. કૅથરીનને સ્વપ્ન પણ કલ્પના નહોતી કે આ વક્તવ્ય આખરે તેને ગુરુદેવ સુધી દોરી જશે જે બદલામાં તેની પર એટલો ઊંડો પ્રભાવ પાડશે કે તેનું જીવન હંમેશ માટે બદલાઈ જશે.
તે સમયે હજી કેથરીન પોતાના પહેલા પતિના મૃત્યુના શોકમાંથી બહાર આવવા મથામણ કરી રહી હતી. તે વેયન સ્ટેટ યુનિવર્સિટીની નર્સિગ કૉલેજમાં એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તેમના પતિને તે શાળામાં ભણતા હતા ત્યારે મળી હતી અને બન્ને પ્રેમમાં પડ્યાં અને પરણ્યાં હતાં, પણ કમનસીબે સાવ ૨૯ વર્ષની વયે તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. કૅથરીનની દુનિયા સાવ વિખેરાઈ ગઈ હતી. આ કારણે જ તેને ધ્યાન શીખવાની અંતરથી ઇચ્છા હતી. તે પોતાની લાગણીમય જાતને બચાવવા ઇચ્છતી હતી. તે બહુ આકળી થઈને જીવનનો અર્થ શોધવા મથી રહી હતી.
અને મૃત્યુનો પણ...
ગુણાતીત મંત્રથી તેણે ધ્યાન ધરવાની શરૂઆત કરી. એક તબક્કે પાંચ વર્ષ સુધી
- ૧૬૭ -
| ચિત્રભાનુજી