________________
-
ઉઘરાવવાની શરૂઆત કરી હતી. ચિંતિત અને કાળજી લેનાર માતા તરીકે ઇંદિરાએ ગુરુદેવને પોતાના પુત્ર રાજીવ વિશે લખ્યું - તેમનો મોટો દીકરો જેને ઍપૅન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું, ઇંદિરાએ આવી સ્થિતિમાં પોતાની લાચારી દર્શાવીને પોતાના પુત્ર માટે ગુરુદેવના આશીર્વાદની ઇચ્છા કરી હતી.
૧૯૭૧માં ગુરુદેવ વૈશ્વિક નાગરિક બન્યા કારણ કે તેઓ અમૅરિકા સ્થળાંતર કરી ગયા હતા. ઇંદિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટીએ તે વર્ષે ચૂંટણીમાં જબ્બર જીત મેળવી ત્યારે ઇંદિરા ગાંધી બીજી વાર ભારતનાં વડા પ્રધાન બન્યાં. ૧૯૭૫-૭૭ની સાલમાં ભારત દેશ ઐતિહાસિક કટોકટીના ૨૧ મહિનાનો સાક્ષી બન્યો. આ સમયે ઇંદિરા ગાંધી પાસે સર્વોપરી સત્તા હતી. માર્ચ ૨૪, ૧૯૭૭ના રોજ વડા પ્રધાન તરીકે તેમનો છેલ્લો દિવસ હતો. ત્યાર પછી મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા. તે પણ ગુરુદેવના પ્રશંસક હતા તથા તેમને ઘણી વાર મળ્યા હતા.
ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ પક્ષ ફરી એક વાર જાન્યુઆરી, ૧૯૮૦માં સત્તા પર આવ્યો અને તેઓ ત્રીજી વાર ભારતનાં વડાં પ્રધાન બન્યાં. એ જ વર્ષે તેમણે ભારે અંગત આઘાત પણ અનુભવ્યો. ઇંદિરા ગાંધીના ૩૪ વર્ષના પુત્ર સંજય જે સંસદ સભ્ય પણ હતા તે એક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા. પુત્રના મૃત્યુ પછી ઇંદિરા ગાંધીએ ગુરુદેવને પત્ર લખીને તેમણે પાઠવેલી દિલગીરી બદલ આભાર માન્યો હતો. થોડા દિવસો પછી ઇંદિરા ગાંધી ગુરુદેવ અને તેમના ૪૦ તીર્થયાત્રી વિદેશી વિદ્યાર્થીઓને ૨૩મી ડિસેમ્બર, ૧૯૮૦ના દિવસે પોતાની ઑફિસમાં મળ્યાં હતાં. થોડાં વર્ષો પછી ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪નાં રોજ તેમના જ બે સુરક્ષાકર્મીઓએ તેમના સરકારી નિવાસ્થાન પાસે ગોળી મારીને તેમની હત્યા કરી. એ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો.
દેશના સૌથી અગત્યના આધ્યાત્મિક ગુરુ અને સૌથી શક્તિશાળી રાજકારણી વચ્ચેનો સંબંધ પરસ્પર સન્માન, કાળજી અને ગિરમાથી બંધાયો હતો.
- ૧૬૫ -
ચિત્રભાનુજી