________________
તક
આપણા પર તક અવતરણ કરે એની આપણે રાહ ન જોઈ શકીએ. તે આપણી વ્યાપક દષ્ટિની દૂરંદેશી દ્વારા આપણે જાતે જ મેળવવી જોઈએ. તક એવા પડકારો છે જેને આપણે વિકાસ અને સફળતા માટે ભેટીએ છીએ.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૯: ઇંદિરા ગાંધી
ત્રભાનુજીની ફિલસૂફી અને બોધનું આકર્ષણ સામાન્ય લોકો સુધી સીમિત નહોતું, પણ ભારતનાં સૌથી વધુ પ્રભાવશાળી રાજકારણી અને પહેલાં
મહિલા વડા પ્રધાન ઇંદિરા ગાંધી પણ ચિત્રભાનુજીનાં પ્રશંસક હતાં તથા તેમના શાંતિ સંદેશને વખાણતાં હતાં. ચિત્રભાનુજી જ્યારે મુનિ હતા ત્યારે ઇંદિરા ગાંધી તેમને પહેલી વાર મળ્યાં હતાં. ૧૯૫૬માં તેમણે ચિત્રભાનુજી વિશે કહ્યું હતું, કોઈ જ્યારે ઈસુ ખ્રિસ્તને કહ્યું ત્યારે જેવું ચિત્ર ખડું થાય તેવો જ તેમનો પ્રભાવ હતો અને તેમણે મને ઘેરી શાંતિની છાપ પણ આપી.' ચિત્રભાનુજીએ તેમને કહ્યું હતું કે તેમણે પોતાના પર આવનારી મોટી જવાબદારી સંભાળવાની તૈયારી કરી લેવી જોઈએ.
ઇંદિરા ગાંધી સાથે ચિત્રભાનુજીને સારા ઉષ્માભર્યા સંબંધ હતા. ઇંદિરા ગાંધી ત્રણ ટર્મ સુધી ભારતનાં વડાં પ્રધાન રહ્યાં હતાં અને ૧૯૮૪માં તેમની રાજકીય હત્યા થઈ ત્યાં સુધી તેમણે આ ફરજ બજાવી હતી. ચિત્રભાનુજી અને ઇંદિરા ગાંધી વચ્ચે ૨૪ વર્ષ સુધી પત્રવ્યવહાર અને સંપર્ક રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ ગુરુદેવને લખેલો પહેલો પત્ર ૧૯પ૬માં હિંદીમાં લખાયો હતો તેમ જોવા મળે છે. ત્યારે ગુરુદેવ ૩૪ વર્ષના હતા અને ગુજરાતમાં રહેતા હતા. ત્યાર બાદ ઇંદિરા ગાંધીએ ગુરુદેવને હિંદીને બદલે અંગ્રેજીમાં પત્ર લખવાની શરૂઆત કરી હતી.
- ૧૬૩ -
ચિત્રભાનુજી