________________
એક એવો સમુદાય જેનું કોઈ ચોક્કસ ઉદ્દગમ સ્થાન નહોતું તેની હાજરી હવે અમેરિકાના આધ્યાત્મિક મંચ પર વર્તાવા લાગી હતી.
કૅથરીન હું ચોક્કસ ઇચ્છું છું કે તું અમારી સાથે પાલીતાણા આવે પણ એક શરત છે', ગુરુદેવે કહ્યું.
અને તે શરત શું છે?” કૅથરીને ઉત્સુકતાથી પૂછ્યું. “તારે ધૂમ્રપાન છોડવું પડશે.'
ના ગુરુદેવ... પ્લીઝ' તેણે વિનંતી કરતાં કહ્યું, ‘તમે મને બીજું કંઈ પણ કરવાનું કહેશો તો ચોક્કસ કરીશ પણ મને સિગારેટ વગર તો નહીં જ ચાલે. ના, ધૂમ્રપાન તો મારી નબળાઈ છે.”
“એમ જ હોય તો તું શત્રુંજયના પવિત્ર પર્વત પર નહીં આવી શકે ગુરુદેવે બહુ શાંતિથી જવાબ આપ્યો. “તારે તારી નબળાઈથી પર થવું પડશે.”
ગુરુદેવનો સંદેશો એકદમ સ્પષ્ટ હતો. કૅથરીને નક્કી કરી લીધું : જે થાય તે મારે સિગારેટ છોડવી જ પડશે. હું ભારતનાં એ પવિત્ર પહાડ પર ચઢવા માટે બનતું બધું જ કરવા તૈયાર છું.
અને તેણે તેમ જ કર્યું !
આ આદત છોડવી તેને માટે બહુ જ કપરું કામ હતું અને તે સત્યાવીસ વર્ષથી લાગેલી લત હતી. પણ તેણે નિશ્ચય કરી લીધો હતો. તે કોઈ પણ નબળાઈની ગુલામ બનવા નહોતી ઇચ્છતી. તેની આંતરિક હિંમત અને શક્તિને કારણે જ તે જાતને આ ટેવમાંથી છોડાવી શકી.
એક દિવસ તેણે ખુશી ખુશી પોતાના ગુરુને કહ્યું, ‘ગુરુદેવ લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે. સિગારેટ હવે મારા જીવનનો કે મારા તંત્રનો ભાગ નથી. હું હવે તો તીર્થયાત્રા માટે એકદમ તૈયાર છું.”
ગુરુદેવે તેને સંતુષ્ટિભર્યું સ્મિત આપ્યું, તે બહુ જ ખુશ હતા અને તેમને કૅથરીન પર ગર્વ થયો.
- ૧૭૩ -
ચિત્રભાનુજી