________________
અમેરિકામાં વિવિધ શહેરમાં અહિંસા યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. તેમણે પોતાની જાતની ઓળખ સાધુ તરીકે આપવાનું બંધ કરી દીધું. તેમણે જાહેરાત કરી કે “હવે કોઈ સાધુ કે મુનિ નથી. માત્ર એક ગુરુ છું.”
ખળભળાટભર્યા ૬૦ના દાયકાને કારણે તથા ભારતીયોના તપતા સૂરજને કારણે પશ્ચિમની સંસ્કૃતિમાં “ગુરુ” શબ્દ ખૂબ પ્રચલિત હતો. અને ત્યાં સુધીમાં તે અંગ્રેજી ભાષા અને સજાગતાનો એક ભાગ બની ચૂક્યો હતો. ચિત્રભાનુજી આ રીતે એક આદરણીય ગુરુ અથવા ગુરુદેવ તરીકે અમેરિકન્સમાં ઓળખાતા થવા લાગ્યા. આ તેમનું એ નામ કે બિરુદ બની ગયું જેના થકી તે આખા વિશ્વમાં ઓળખાયા.
પ્રિન્સ્ટન થિયોલૉજિકલ સેમીનરી અને ટૅમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિંગના સંયુક્ત ઉપક્રમે ત્રીજી આધ્યાત્મિક પરિષદનું આયોજન થયું. વિવિધ ધર્મોના એક કે બે પ્રતિનિધિઓએ હાર્વર્ડની કૉન્ફરન્સમાં અલગ અલગ કાર્યશાળાઓ સંભાળી લીધી. આ શ્રેણીનો સૌથી પહેલો મુકામ વેનરાઈટ હાઉસ, રાય, ન્યુ યૉર્કમાં હતો. ચિત્રભાનુજી તથા સ્વામી રંગનાથઆનંદ સપ્તાહના અંતે યોજાયેલા આ આશ્રય સ્થાનમાં સાથે ઓક્ટોબરની પહેલીથી ત્રીજી તારીખ દરમિયાન સમય પસાર કર્યો. તેમણે પછીથી પર્સેઝમાં આવેલ મૈનહેટનવીલ કૉલેજમાં બે દિવસ પસાર કર્યા.
વેનરાઈટ હાઉસ આશ્રય સ્થાનમાં ચિત્રભાનુજીનું વક્તવ્ય સાંભળીને એલિઝાબેથ કટેલ નામની એક સ્ત્રી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેણે તેમના વિશે લખ્યું,
“હું મારા મિત્રની માંદગી અને અન્ય એક મિત્રનાં મૃત્યુ પછી ખૂબ જ અસ્વસ્થ મન સાથે વનરાઈટ હાઉસમાં ગઈ હતી. જેમ જેમ ગુરુદેવ બોલ્યા તેમ તેમ મને પૂર્વવત અને ચેતનવંત લાગ્યું. તેમણે અમને ધ્યાન ધરવા કહ્યું. ગુરુદેવ ખરેખર એ જેમ પોતાની જાતને કહે છે તેમ અનંતના અતિથિ છે. તેમના સફેદ પોશાકમાં તેમની સિંહ જેવી શક્તિશાળી હાજરી, તેઓ તેમની સાચી ઉંમર કરતાં જાણે ૨૦ વર્ષ નાના લાગે છે. તેમનામાંથી સતત શાંતિ અને પરમાનંદ પ્રતિબિંબિત થયા કરે છે. ખરેખર એ ખૂબ નસીબની વાત છે કે અમારે હિમાલય સુધી નથી જવું પડતું પણ આમ કહીએ તો હિમાલય જ જાણે ન્યુ યૉર્કમાં આવી ગયો છે. અત્યારે અમારા વિજ્ઞાનથી ભરપૂર પશ્ચિમી વિશ્વમાં આવા એક દષ્ટાંતની તાતિ જરૂર છે. ગુરુદેવ એ માણસાઈનો એક એવો આદર્શ છે જે અમારી આશાઓ અને આત્મવિશ્વાસને પૂર્વવત કરી શકે છે. ગુરુદેવ અમે અત્યારે જે છીએ અને જે બનીશું તે માટેની પ્રેરણા છે. વળી, ગુરુજી તેમના અનુભવની ઊંડાઈઓમાંથી તે બધું જ અન્યોના લાભ માટે વહેંચી શકે છે.”
- ૧૧૩ -
ચિત્રભાનુજી