________________
માર્ચ ૧૯૭૨માં મુનિ ચિત્રભાનુજી નવી જ ઊર્જા સાથે અમેરિકા પહોંચ્યા. તેમની પાસે કોઈ યોજના ન હતી. ભવિષ્ય કંઈ મોટામસ પુરમાં ધસમસતું નથી આવતું, તેમ તેમણે એક વાર કહ્યું હતું. પણ માત્ર નાની નાની ક્ષણોનાં બિંદુઓમાં આવે છે. ધ્યાનનો અર્થ છે કે તમે ઍક્સિલેટર પરથી થોડીક ક્ષણો તમારી ગતિ વધારી ઍક્સિલેટર પરથી પગ ઉઠાવી લો, તમારી જાતને જુઓ. અને તમારી જાતને મુક્ત કરો. જો તમે સતત હલનચલન કરતા રહો અને અરાજકતામાં હો તો તમે કઈ રીતે આ જોઈ શકશો?
તેઓ પોતાના પરિવાર સાથે એલિઝાબેથ કટેલના ઘરમાં ૧૫ મહિના સુધી રહ્યાં. એલિઝાબેથ કટેલે રાજીવને હંમેશાં પોતાના પૌત્ર તરીકે જોયો. ૧૯૭૩માં પ્રમોદાજીએ તેમના બીજા પુત્ર દર્શનને જન્મ આપ્યો. ચિત્રભાનુજી અને પ્રમોદાજી માતૃત્વ અને પિતૃત્વની દૈવી લાગણીઓથી સમૃદ્ધ હતાં. જોકે આ જીવન ખૂબ આર્થિક કઠિણાઈઓથી ભરાયેલું હતું. અમેરિકામાં સ્થળાંતર થયેલા કોઈ પણ નવા કુટુંબની માફક તેમને પણ ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. ગુરુદેવ વિવિધ સ્થળોએ યુનિવર્સિટીમાં જે વક્તવ્ય આપતા હતા તેની જે ફી આવતી હતી તે એકમાત્ર તેમની આવક હતી. પ્રમોદાજીએ ન્યુ યૉર્કની આ સાદી જિંદગી કોઈ પણ ફરિયાદ વગર હસતાં મોઢે સ્વીકારી લીધી હતી.
ગુરુદેવ ન્યુ યૉર્કના પર્સેઝમાં એક કૉલેજમાં ધ્યાન શીખવતા. આ રાતપાળીની નોકરી હતી. જેમાં તેમણે બબ્બે વાર ટ્રેન બદલીને જવું પડતું. તેઓ મોટે ભાગે ઘરે રાતે દસ વાગ્યા પછી જ પહોંચતા.
થોડા મહિનાઓ માટે દર શુક્રવારે સાંજે વેસ્ટ ૭૨ સ્ટ્રીટના યોગ સેન્ટરમાં તે વક્તવ્ય આપતા. મનરો ન્યુ યૉર્કના આનંદ આશ્રમમાં પણ તેમણે વક્તવ્યો આપ્યાં. ૧૯૭૩માં વૈશ્વિકતા અને શાંતિને અર્પિત એવા સ્થળ ધી યુનાઈટેડ નેશન્સ ચેપલમાં ગુરુદેવે મહાવીર જયંતીની ઉજવણી કરી. આ રીતે આખી દુનિયાના લોકોને અહિંસાના પિતામહ વિશે જાણકારી મળી.
એક વ્યક્તિ કે જે જે.એફ.કે.ના ઍરપોર્ટ પર ગજવામાં એક પણ રૂપિયા વિના પહોંચ્યો હતો તેણે અમેરિકામાં પોતાના વસવાટનું બીજું વર્ષ પૂરું થાય તે પહેલાં તો પોતાની હાજરીનો પ્રભાવ ખૂબ મોટા સ્તરે સ્થાપ્યો હતો. ૧૮મી ડિસેમ્બર, ૧૯૭૩માં ધ ન્યુ યોર્ક ટાઇમ્સ તેમના વિશે એક વિગતવાર અહેવાલ પ્રગટ કર્યો. આ અહેવાલમાં
જ્યોર્જ ડ્યુગને લખ્યું હતું, “મુનિ શ્રી ચિત્રભાનુજીના અનુયાયીઓ તેમને જૈન ધર્મના પોપ જોન કહે છે. કારણ કે તેઓ કહે છે કે સ્વ. જોન ૨૩માએ જે રીતે વિશ્વાસની
યુગપુરુષ
- ૧૧૮ -