________________
મૌન
મૌન આપણા અંતરને ઊર્જાસભર બનાવે છે. તે ઊર્જાને કેન્દ્રસ્થ કરે છે. તે વાણીમાં અકથ્ય આનંદ ઉમેરે છે. મૌન દ્વારા અંતઃદષ્ટિ થાય છે જે મનને સહજ શાંતિના
સંગીતમાં ઢાળી વાણીને છટાદાર અભિવ્યક્તિ આપે છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૭: અહિસાયાત્રાનો પ્રારંભ
૯૭૧ની સાલમાં તેઓએ અમેરિકામાં પગ મૂક્યો ત્યારથી માંડીને ૨૦૧૪
સુધી ચિત્રભાનુજી લેખનપ્રવૃત્તિ, આખા અમેરિકામાં આવેલાં વિવિધ જૈન છે કેન્દ્રોની મુલાકાતો, વક્તવ્યો અને બોધજ્ઞાનમાં ખૂબ જ વ્યસ્ત રહ્યા હતા. મોટે ભાગે ગુરુદેવ ચિત્રભાનુજી વર્ષના છ મહિના ન્યુ યૉર્ક જે.એમ.આઈ.સી.માં પસાર કરતા અને બાકીનો સમય ભારતમાં પસાર કરતા. યુ.એસ.એ.માં તેઓ હોય તે દરમિયાન તે યુ.એસ., યુ.કે., નૈધરલેન્ડ્ઝ, એન્ટવર્પ, કેન્યા અને સિંગાપોરમાં વસતા જૈનોના આધ્યાત્મિક ગુરુ બની રહેતા. વિવિધ જૈન કેન્દ્રો દ્વારા તેમને દેરાસરોના ઉદ્દઘાટન પ્રસંગે, પર્યુષણના આઠ દિવસ દરમિયાન અથવા કોઈ ધાર્મિક સેમિનારમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ મળતાં રહેતાં. અમેરિકામાં તેઓ વર્ષમાં વીસથી વધુ જૈન કેન્દ્રોની મુલાકાત લેતા. લૉસ એન્જલિસ, હ્યુસ્ટન, ચેરી હિલ, ન્યુ જર્સીનાં જૈન કેન્દ્રોએ તેમને દેરાસરોની સ્થાપના કરવા માટે ભંડોળ એકઠું કરવા હેતુ પણ આમંત્રણ આપ્યાં હતાં. એ સ્થાપિત થઈ ચૂક્યું હતું કે ગુરુદેવ તેમનાં કેન્દ્રની મુલાકાત લે ત્યારે કેન્દ્રમાં વધુમાં વધુ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા. તેઓ સરળ અને સમજી શકાય તે રીતે અંગ્રેજીમાં જૈન ધર્મનો સંદેશ સમજાવી શકતા હોવાને કારણે યુવાનોને તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ચિત્રભાનુજીને વિવિધ ચર્ચ અને સંસ્થાઓ જે શાંતિના પ્રચાર-પ્રસાર માટે કામ કરતાં તે પણ પોતાને ત્યાં આવવા આમંત્રણ આપતાં. તેઓ મોટે ભાગે ધ્યાન અથવા તો શાકાહારના વિષયો પર વાત કરવાનું પસંદ કરતા.
જૈનાના જ્યારે પણ દ્વિવાર્ષિક સંમેલનો થતાં ત્યારે બે મુખ્ય પ્રેરણાદાયી વક્તાઓમાંથી એક વક્તા તરીકે હંમેશાં ચિત્રભાનુજીને આમંત્રણ મળતું. આ
- ૧૫૩ -
ચિત્રભાનુજી