________________
સંમેલનોમાં ભારતના ઘણા જૈન વિદ્વાનો પણ ભાગ લેવા આવતા અને ચિત્રભાનુજી તેમની સાથે સંવાદ સાધીને વિચારોનું આદાનપ્રદાન કરતા. ૧૯૯૧ની સાલમાં જૈનોની યુવા પાંખે યંગ જૈન્સ ઑફ અમૅરિકા – વાય.જે.એ.ની સ્થાપના કરી, જેમાં ૧૪-૨૯નાં વય જૂથનો સમાવેશ કરાયો હતો. ૧૯૯૪ની સાલમાં તેમનો પહેલો કાર્યક્રમ યોજાયો અને દર વૈકલ્પિક વર્ષે તેઓ અંદાજે ૬૫૦ જેટલા યુવાનોને આકર્ષતા ત્રિદિવસીય સંમેલનો યોજવા માંડ્યા. આ સંમેલનોમાં ચિત્રભાનુજીને વક્તા તરીકે હંમેશાં આમંત્રણ અપાતું.
ગુરુદેવના વિદ્યાર્થીઓએ એંશી અને નેવુંના દાયકા દરમિયાન યુ.એસ. અને કૅરૅડામાં યોગ અને ધ્યાન કેન્દ્રો શરૂ કર્યા હતાં; આમાં પિટ્સબર્ગ, નાયગ્રાફોલ્સ, મોન્ટક્લેર, મનરો, મિડલટાઉન, ગ્લેન હેડ, લોંગઆયલેંડ, રિવરડેલ-બ્રોક્સ અને પ્રોવિડન્સનો સમાવેશ થતો હતો. આ દરેક કેન્દ્ર જે.એમ.આઈ.સી.ની શાખા તરીકે ઓળખાતું. ગુરુદેવ વર્ષે એક વાર આ કેન્દ્રોની મુલાકાત લેતા. કેન્દ્રો શાખાની માફક જ કામ કરતાં અને જે.એમ.આઈ.સી.માં સ્વૈચ્છિક દાન-ભંડોળ મોકલતાં. જે.એમ. આઈ.સી.ના ન્યુઝલેટર્સમાં દરેક કેન્દ્રના કાર્યક્રમોની વિગત પ્રકાશિત કરાતી.
બીજી ઑક્ટોબર ૨૦૧૨ના રોજ કેલિફોર્નિયાની ક્લેરમૉન્ટલિંકન યુનિવર્સિટીએ ગાંધી જયંતીની ઉજવણી અહિંસા દિવસ તરીકે કરી અને તેમણે આ શરૂઆતનો અહિંસા એવોર્ડ ચિત્રભાનુજી તથા પ્રમોદાજીને એનાયત કર્યો. ચિત્રભાનુજીની અહિંસા યાત્રા જે ૧૯૭૨માં પૂર્વીય અમૅરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ થઈ હતી તે હવે પશ્ચિમી અમૅરિકાની યુનિવર્સિટીમાં પહોંચી ચૂકી હતી. ચાર દાયકાના આ સમયમાં આ યાત્રા અનેક સ્થળેથી અહિંસાનો સંદેશો ફેલાવતી અગણિત તકો સાથે પસાર થઈ હતી અને તેને દરેકે દરેક ક્ષણે સતત આશીર્વાદ જ મળ્યા હતા. જે.એમ.આઈ.સી. એ લૅરમૉન્ટ લિંકન યુનિવર્સિટીમાં કેમ્પસ પર જૈન કૉન્ફરન્સ યોજવા હેતુ ૧૫ હજાર ડોલર્સનું દાન કર્યું.
સાધુ જીવન ત્યાગીને ચિત્રભાનુજીએ જ્યારે વિદેશની ધરતી પર પગ માંડ્યો હતો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે આ અજાણ્યો પથ તેમને ક્યાં લઈ જશે અને આ યાત્રા કેટલી ચાલશે. તેમને ખ્યાલ આવ્યો હતો કે વિશ્વ પરસ્પર સંમત સૌહાર્દનાં શાતા આપતાં ઝરણાં માટે ભૂખ્યું હતું. યુદ્ધો અને ઉપભોગતાવાદને કારણે શાંતિ અને માનવ કલ્યાણ નહોતાં ઉત્પન્ન થયાં અને હવે શાંતિને મોકો આપવાનો સમય પાક્યો હતો. વૈશ્વિક સ્તરે ચિત્રભાનુજીએ કેવી કેવી વિશાળ ઘટનાઓમાં કે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેનો ચિતાર આપવા માટે કોઈ કેનવાસ કે ફલક પૂરતા નથી. અહીં અત્રે
યુગપુરુષ
- ૧૫૪ -