________________
જે જણાવ્યું છે તે અમેરિકામાં તેમની પ્રવૃત્તિઓની ઝલક માત્ર છે.
૧૯૭૫માં યુ.એન. ચૅપલમાં ભગવાન મહાવીર નિર્વાણની ૨૫મી શતાબ્દીની ઉજવણી કરાઈ હતી. યુ.એન. ચેપલ, ન્યુ યૉર્કમાં અહિંસા વિશે વક્તવ્ય આપનારા તે પહેલા વક્તા હતા.
૧૯૯૫ની સાલ એટલે ગુરુદેવને અમૅરિકા આવ્યાનાં ૨૫ વર્ષની જયંતી તથા તેમનો ૭૫મો જન્મદિવસ. યુએનમાં ભારતના પૂર્વ એલચી એવા ડૉ. એન.પી. જૈને ‘ધ વેવ ઑફ બ્લિસ – ઈમ્પેક્ટ ઑફ ચિત્રભાનુ ઑન ધી વૅસ્ટર્ન વર્લ્ડ' પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં ગુરુદેવના વિદ્યાર્થીઓના અનુભવો ટાંકવામાં આવ્યા હતા અને સાથે જૈન સિદ્ધાંતો જીવનમાં કઈ રીતે ઉતારી શકાય તેનાં દૃષ્ટાંતો, દષ્ટિકોણ, આદત, માનસિકતા અને આધ્યાત્મિક વિકાસની સાથે થનારા બદલાવની સમજણની વાત હતી.
તે જ વર્ષે ઓહાયો હાઉસ ઑફ રૅપ્રિžટેટિવ્સ દ્વારા ચિત્રભાનુજીના શાંતિ તથા ભાઈચારા માટે કરાયેલા કામની પ્રશસ્તિ કરતો ઠરાવ પસાર કરાયો. ડલાસ શહેરે ચિત્રભાનુજીની અહિંસા યાત્રાની પ્રશસ્તિ કરતો ઠરાવ પસાર કર્યો. જૈના દ્વારા એક વિશેષ સમિતિ ઘડાઈ જે ગુરુદેવના ૭૫મા જન્મદિવસ તથા અમૅરિકામાં તેમના ૨૫મા વર્ષની ઉજવણીની કાળજી લેવાની હતી. આ સમિતિના ચેરમેન તરીકે લોંગ આઈલેન્ડના અરવિંદ વોરાની ન્યુ યૉર્કમાં નિમણૂંક કરાઈ. આ બન્ને પ્રસંગોની ઉજવણી અમેરિકા અને કૅરૅડાનાં અન્ય જૈન કેન્દ્રોએ પણ કરી. લોકોએ એવો વિચાર પણ વ્યક્ત કર્યો કે જો ચિત્રભાનુજી સાધુ જીવન જ ગાળત અને અમેરિકા ન આવત તો જૈન ધર્મનો માર્ગ અમેરિકામાં કોણ જાણે કેવી રીતે કંડારાયો હોત.
બૉસ્ટનનાં પરાં શેર્બોર્નની પિસ ઍબી એક એવું સંકુલ છે જે જ્ઞાતિના વંચિત યુવકો અને કિશોરો માટે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને પ્રાણીઓ માટે પણ માનવીય પ્રવૃત્તિઓ કરે છે. ત્યાં ગાંધીજીનું સ્મારક પણ છે. ૧૯૯૭માં આ સંકુલે ચિત્રભાનુજીને કરેજ ઑફ કૉન્શિયંસ ઍવૉર્ડ'થી નવાજ્યા અને તેમને શાંતિદૂત સમા કબૂતરના આકારનો ઍવૉર્ડ આપ્યો જે અહિંસાના સંદેશાને કટિબદ્ધ થઈને આજીવન પ્રસરાવવા બદલ એનાયત કરાયો હતો.
ભારતમાં તે છ મહિના હોય તે દરમિયાન પણ તેમને ભારે આવકાર રહેતો. તેમને આખા ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રવચન આપવા માટે આમંત્રણ મળતાં. મંદિરો, આશ્રમ, જૈન સોશિયલ ગ્રુપનાં વિવિધ ચૅપ્ટર્સ, સ્થાનિક રોટરી ક્લબ, શાકાહારનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાઓ, વડીલોની સંસ્થા, શાળા અને કૉલેજીસ દ્વારા તેમને આમંત્રણ અપાતાં. એ ભારત આવતા ત્યારે જે પ્રતિસાદ મળતો તે જોઈ
ચિત્રભાનુજી
-
૧૫૫ -