________________
લાગતું જાણે તેમણે ક્યારેય ભારત છોડ્યું જ નથી.
તેમને આંતરરાષ્ટ્રીય આમંત્રણો પણ મળતાં રહેતાં. કૅનાડા, સિંગાપોર, કેન્યા, યુ.કે., બૅલ્શિયમ, હોંગકોંગ વેગેરેના જૈનો હંમેશાં તેમને ત્યાંનાં દેરાસર-મંદિરોમાં પર્યુષણના આઠ દિવસ દરમિયાન શોભામાં અભિવૃદ્ધિ કરવા બોલાવતા, જેથી તેમની જ્ઞાતિને વધુ ને વધુ ઊર્જા મળી રહે. આ મંદિરોના વાર્ષિક મહોત્સવ તથા સેમિનારોમાં હાજરી આપવા પણ તેમને આમંત્રણ મળતાં.
ચિત્રભાનુજી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય તમામ નિયંત્રણોને ખૂબ જ એકાગ્રતાથી પાર પાડતા. તેઓ માનતા કે આ આમંત્રણો તેમને પોતાનો ધ્યેય પાર પાડવામાં મદદરૂપ થઈ રહ્યાં હતાં. તેમને લાગતું હતું કે દરેક આશીર્વાદની તેમને જરૂર હતી. મહાવીરનો સંદેશો પ્રસરાવવો તે જ તેમનું લક્ષ્ય હોવાથી તેમને સતત પ્રવાસ કરવામાં ક્યારેય કોઈ અડચણ ન આવતી.
યુગપુરુષ
૧૫૬ -