________________
પોતાના અનુયાયીઓને એમ પણ કહ્યું કે આપણે શાંતિનાથની વાત કરી રહ્યાં છીએ જે ૧૬મા તીર્થંકર હતા. જેમનું નામ શાંતિ એટલે જેના નામમાં જ શાંતિ રહેલી છે. ચિત્રભાનુજીએ સૂચવ્યું કે પારંપારિક જૈન પ્રથા પ્રમાણે જૈન ધર્મમાં માનનારા વચ્ચેનો વિખવાદ યાદ – વાદથી જ ઉકેલાવો જોઈએ. સ્યાદવાદ એટલે કે વિવિધ અભિપ્રાયોનું એકીકરણ. તેમણે અગ્રણી સ્ટ્રક્વરલ ડિઝાઈનર અને સિવિલ એન્જિનિયર્સના અભિપ્રાયો મેળવ્યા અને તેમની પાસેથી ખાતરી મેળવી કે મંદિરનો જિર્ણોદ્ધાર લાંબા સમય સુધી તેને સલામત રાખશે. આ બધાં જ પાસાંઓને ગણતરીમાં લીધા પછી ચિત્રભાનુજીએ ઉકેલ આપ્યો કે ભીંતચિત્રો સાથેની જૂની દીવાલો, લાકડાના સ્તંભો તથા ઝીણવટભરી કારીગીરીવાળી છત યથાવત રહેશે અને દેરાસરના ગર્ભગૃહની પાછળની દીવાલ જ ફરીથી બાંધવામાં આવશે.
તેમણે રાષ્ટ્રીય સ્તરે જૈન હેરિટેજ કન્ઝર્વેશન કમિટી સ્થાપવાનું નક્કી કર્યું. જેના અંતર્ગત આખાય દેશના બધા જ જૈન સ્મારકોની સાચવણી થઈ શકે. આ પગલું ખાસ કરીને એટલા માટે જરૂરી હતું કારણ કે જૈનોને એમ લાગતું હતું કે સરકાર બધું હસ્તગત કરી લેશે. જે મૂળ તો ટ્રસ્ટીઓ દ્વારા રમાતું એક એવું પાનું હતું જેના દ્વારા તેઓ દેરાસરને જ ધ્વસ્ત કરી દેવા માગતા હતા.
કેટલાક જૈન સાધુઓએ એવી દલીલ કરી હતી કે ચિત્રભાનુજીએ જે ભીંતચિત્રોને અગત્યનાં કહ્યાં તે તો જૈન પરંપરા માટે અપમાન સમાન છે. કારણ કે તે બનાવનારા તમામ મુસ્લિમ કાર્યકરો હતા. જૈન સાધુઓએ કહ્યું કે આ ભીંતચિત્રો તો મુગલ કળાની પરંપરા ગણાય. અને જ્યારે આ કામ સોંપાયું ત્યારે કોઈ જૈન સાધુને પૂછવામાં નહોતું આવ્યું. આ વિવાદમાં ભાગ લેવા બદલ ચિત્રભાનુજી સામે ખૂબ બધો રોષ હતો. ચિત્રભાનુજીને બહારની વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા. કારણ કે તેઓ અમેરિકામાં ખૂબ સમય પસાર કરતા હતા. કેટલાક જૈન સાધુઓએ ચિત્રભાનુજીનો બહિષ્કાર કરવાની પણ વાત કરી. અને તેમાંના કેટલાક તો એ હદ સુધી ગયા કે તેમને ક્યારેય કોઈ પણ જૈન કાર્યક્રમમાં હાજરી ન આપવા દેવી.
અંતે તો ચિત્રભાનુજીની સલાહની અવગણના કરાઈ અને મંદિર ધ્વસ્ત કરાયું.
ચિત્રભાનુજી માટે આ ક્ષણ તેમના જ અમર સ્તવનના શબ્દોનો સંદેશો આપી ધ્યાન ધરવાની હતી.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તોય સમતા ચિત્ત ધરું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
યુગપુરુષ
- ૧૫ર –