________________
જરૂર છે જ્યારે ટ્રસ્ટીઓ એમ માનતા હતા કે જૂના મંદિરને જમીનદોસ્ત કરીને ત્યાં નવું મંદિર બનવું જોઈએ.
એ જ સમયે ઇન્ડિયા હેરિટેજ સોસાયટી(આઈએચએસ) જેની જવાબદારી મુંબઈના જૂનાં બાંધકામોની જાળવણીની હતી, કારણ કે જૂની ઈમારતો સાંસ્કૃતિક વારસો ગણાય. તેમણે કુલ ૬૨૪ ઈમારતોની યાદી બનાવી હતી. આ યાદીમાં દસ જૈન દેરાસરોને પણ સમાવવામાં આવ્યાં હતાં. આ દસ દેરાસરોને ઐતિહાસિક ઈમારતો ગણવામાં આવ્યાં હતાં. તથા તેને રાષ્ટ્રીય વારસા તરીકે મહત્તા અપાઈ હતી. આઈએચએસે શાંતિનાથ દેરાસરના અમુક હિસ્સાને તોડી પાડવાની સામે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. આ સ્ટે ઓર્ડરને પગલે તે મંદિરના ટ્રસ્ટીઓ મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વિના મૂળ ઈમારતમાં કોઈ પણ ફેરફાર કરી શકે નહીં. જે બાબતોને પોતે પવિત્ર ગણતા હોય અને જે બાબતો માત્ર ને માત્ર તેમના સમુદાયને લાગતીવળગતી હોય તેવી બાબતોમાં સરકારની દખલગીરી જૈનોને જરાય પસંદ નહોતી આવી. મોટા મોટા ટાઉન હોલમાં જુદા જુદા સંપ્રદાયોની મિટિંગ ભરાતી હતી. તેઓ ધર્મની બાબતે સરકારની દખલગીરીનો વિરોધ કરવા એકઠા થઈ રહ્યા હતા. સ્થાનિક અખબારોમાં ધમકીઓ, ચેતવણીઓ અને મોટી સંખ્યામાં ઉપવાસ અભિયાનોની વાતો સતત છપાયા કરતી હતી.
આ વિવાદ દિવસે દિવસે વણસી રહ્યો હતો જેના કારણે કોમી ભેદભાવ પણ ખડાં થઈ રહ્યા હતા. એક જૈન સાધુએ તો એવી જાહેરાત કરી કે જો હેરિટેજ સોસાયટી પોતાનો આ સ્ટે ઓર્ડર ખસેડી નહીં લે અને જો તેમને મંદિરનો જિર્ણોદ્ધાર કરવા દેવામાં નહીં આવે તો તે આમરણાંત ઉપવાસ કરશે. મુંબઈની હેરિટેજ સોસાયટીના વડા એક પારસી ઉદ્યોગપતિ મિસ્ટર ગોદરેજ હતા. આ આખી વાતમાં મિસ્ટર ગોદરેજનું હોવું પારસી ધર્મગુરુઓને પણ પસંદ ન હતું, કારણ કે તેઓ આ ઘોષણાને મુંબઈની અગિયારીઓની દખલ તરીકે જોતા હતા.
શાંતિનાથ દેરાસરને મામલે જે રીતે પરિસ્થિતિ વિવાદી થઈ રહી હતી તે જોતાં જ્યારે ચિત્રભાનુજીને માર્ગદર્શન માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલાં આખાય મુદ્દાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે રાજસ્થાનમાં થયેલા એક કોર્ટના ચુકાદાને શોધી કાઢ્યો. જેમાં માઉન્ટ આબુના મંદિરના જિર્ણોદ્ધાર સંબંધિત સરકારની દખલગીરીને નકારી દેવાઈ હતી. તેમણે વિવિધ સંસ્થાનો પાસેથી એવા આવેદન પત્રો મેળવ્યાં જેમાં સરકારની આ દખલગીરીને નકારવી જરૂરી છે તેવું કહેવાયું હોય. તેમણે જૈનોને પણ કહ્યું કે મંદિરનો વહીવટ જ્ઞાતિના હાથમાં જ હોવો જોઈએ અને તેની કોઈ પણ પ્રકારની કામગીરી સરકારના હાથમાં ન જવી જોઈએ. આ ઉપરાંત ચિત્રભાનુજીએ
યુગપુરુષ
- ૧૫O -