________________
જીવનનો સિદ્ધાંત
વાહનચાલકને ટ્રાફિક સિગ્નલનો અવરોધ નથી. એ તો સલામત વાહન ચાલનની સ્વતંત્રતા આપે છે. જે ચાલક જીવનના સિદ્ધાંતોના લાલ સિગ્નલને વણદેખ્યું કરી ધસી જાય છે તે જાતને અને બીજાને માટે જોખમ ખડું કરે છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૬:
ક્યારેક ઉપેક્ષા પણ થાય
૧ એક વિષાદમાં સપડયા. એ વર્ષે નવેમ્બરમાં શિસભાનુ તેમના અમેિરકાના
જૂથોએ તેમનો સંપર્ક કર્યો. અહીં ૧૮૦ વર્ષ જૂના શાંતિનાથ દેરાસરનો પ્રશ્ન હતો. આ દેરાસર મુંબઈના પાયધુની વિસ્તારમાં શેઠ મોતીશાએ બંધાવ્યું હતું. મુંબઈમાં બંધાયેલાં ત્રણ ભવ્ય દેરાસરોમાંનું આ એક ગણાતું હતું. અને મોતીશા શેઠ એક દીર્ઘદ્રષ્ટા અને એક ઉદાર વ્યાપારી હતા જે આગલી સદીમાં થઈ ગયા હતા.
આ એ જ દેરાસર હતું જેના ટ્રસ્ટીઓએ ૧૯૬૦ના દાયકામાં ચિત્રભાનુજીની મદદ લીધી હતી. તે સમયે મંદિરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી ગઈ હતી અને એને તાત્કાલિક નવા ભંડોળની જરૂર હતી. ટ્રસ્ટીઓને લાગ્યું હતું કે ચિત્રભાનુજીની છાપ એવી છે કે તેમના કહેવાથી આ પરિસ્થિતિ ઉકેલાઈ જશે, સચવાઈ જશે. ચિત્રભાનુજીએ એક ખાસ બેઠક બોલાવીને મંદિર સાથે સંકળાયેલા લોકોને એક ખૂબ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું તથા દેરાસરની જાળવણીની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. ચિત્રભાનુજીના એક જ વક્તવ્યએ ભારે અસર કરી હતી. અને ટ્રસ્ટીઓને પૂરતું ભંડોળ પ્રાપ્ત થયું હતું અને આમ મંદિરની આર્થિક કટોકટી સચવાઈ ગઈ હતી.
ઇતિહાસમાં થયેલી આ ઘટનાને કારણે જ કદાચ બે વિરોધી જૂથોને લાગ્યું હતું કે ફરી એક વાર મંદિરનો જે પ્રશ્ન ખડો થયો છે તેમાં ચિત્રભાનુજી તેમને સચોટ માર્ગદર્શન આપી શકશે. આ વખતે એક જૂથ ઇચ્છતું હતું કે મંદિરને સમારકામની
ચિત્રભાનુજી
- ૧૪૯ -