________________
અન્ય એક અનુયાયીએ ડેટ્રોઈટમાં ગુરુદેવ સાથે પર્યુષણ સપ્તાહમાં હાજરીની વાત કરતાં પત્ર લખ્યો છે. તેણે આ સપ્તાહના દસ દિવસ પહેલાં જ માંસાહાર છોડવાનો પ્રયત્ન કર્યો. તેને નહોતું લાગતું કે તે પર્યુષણ દરમિયાન શાકાહારી રહી શકશે. પણ તેને પૂરી સફળતા મળી. ત્યાર બાદ તેણે માંસાહાર કાયમ માટે છોડી દીધો. તેણે પત્રમાં લખ્યું છે કે તે ઘણી વાર સેમી-ફાસ્ટ એટલે કે દિવસમાં માત્ર ત્રણ પ્રોટીન ઝિંક સિવાય બીજું કંઈ જ ન લઈને પણ ઉપવાસ કરે છે. તેને પોતાની નવી નોકરી તથા નવું ઘર મળવાનો આનંદ છે. એવું ઘર કે જ્યાં ધ્યાન ધરવા માટે એક અલગ ઓરડો પણ રખાયો છે.
એક વિદ્યાર્થી ન્યુ યૉર્કથી જઈને સ્વાથ્યવર્ધક ખોરાક બનાવવાનો વ્યાપાર કરે છે. તેણે ગુરુદેવને આઠ વર્ષ સુધી પત્રો લખ્યા અને ગુરુદેવની સલાહ માગી. તે ગુરુદેવ પાસેથી જાણવા માગતો હતો કે તે પોતાનો બિઝનેસ જે રીતે કરી રહ્યો છે તે યોગ્ય છે કે નહીં. તેણે પોતાના પત્રમાં એક સ્થળે એફ.ડી.એ. દ્વારા તેના પર થયેલા કેસની વિગતો લખી છે. સાથે તેના વકીલે તેની સાથે કઈ રીતે દગો કર્યો. કઈ રીતે તેણે નાદારી ભોગવી એ તમામ વિશે વાત કરી છે. પણ તેણે પત્રોમાં એમ પણ લખ્યું છે કે આખરે તે તેની મુશ્કેલીમાંથી બહાર આવ્યો અને પોતાની કંપની વેચીને ઘણું બધું કમાઈ શક્યો. આ બધા જ સંઘર્ષના સમય દરમિયાન તેણે ધ્યાન ધરવાનું ક્યારેય ન રોક્યું અને તેણે પોતાને સાચા માર્ગે લઈ જવા ગુરુજીનો ખૂબ આભાર માન્યો.
ન્યુ યૉર્કની એક મહિલા ગુરુદેવને ખૂબ અજંપામાં પત્ર લખીને જણાવે છે કે તેના ઘરમાં જ તેની સાથે બળાત્કારનો પ્રયત્ન થયો અને ચોરી પણ થઈ. તેણે પત્રમાં પોતાની પર હુમલો કરનાર સાથે કેવું વર્તન કર્યું, તેનું વર્ણન કરતાં લખ્યું છે કે મેં નવકાર મંત્ર બોલવાનું તો બંધ જ નહોતું કર્યું. હું સતત નવકાર મંત્ર બોલતી ગઈ અને સાથે સાથે મેં પેલી વ્યક્તિને સમજ આપી. હા, તેનું વી.સી.આર. ચોરાઈ ગયું પણ તેને ઊની આંચ ન આવી. તેણે આ પત્ર થકી ચિત્રભાનુજીને જણાવ્યું કે મંત્રની શક્તિમાં તેનો વિશ્વાસ વધી ગયો છે.
ઑરેંજ કૅલિફોર્નિયાથી સેન હોઝે જતી ફ્લાઈટમાં આઇલમાં બેઠેલી એક મહિલાએ ગુરદેવને જોયા અને નક્કી કર્યું કે તે ફ્રી મૉન્ટમાં તેમનું વક્તવ્ય સાંભળવા ચોક્કસ જશે. ગુરુદેવના શબ્દોને કારણે તેની પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. તેણે ગુરુદેવનાં પુસ્તકો મંગાવ્યાં અને જે દિવસે તેને પુસ્તકો મળ્યાં તે એને માટે એક ખાસ દિવસ બની રહ્યો. તેને ચાર બાળકો હતાં અને અરાજકતાથી ભર્યું લગ્ન જીવન હતું. પરંતુ ગુરુદેવનાં પુસ્તકો વાંચીને તેણે છૂટાછેડા લેવાનો વિચાર માંડી વાળ્યો. તેણે પત્રમાં લખ્યું છે કે હું મારા સ્મરણ દ્વારા તમારી આંખો જોઉં છું અને તમારો અવાજ
- ૧૪૭ -
ચિત્રભાનુજી