________________
સૂઝ અને સહાનુભૂતિની ચમક સાથે તે પત્રમાં ઉમેરે છે કે તેના પિતા પોતાની જાતને કે અન્યને માણસાઈને ખાતર પણ માફ કરતાં ઘણો લાંબો સમય લે છે.
કેનૈડાના એક વિદ્યાર્થીએ જે.એમ.આઈ.સી.ની કૅરૅડામાં સ્થાપના કરી અને હંમેશાં ગુરુજીની સાથે સંપર્ક જાળવી રાખ્યો. તે ગુરુદેવની ડિવાઈન નૉલેજ સોસાયટી, મુંબઈ માટે પણ ખૂબ બધું દાન મોકલતો.
ગુરુજીને આવતા આ ઢગલાબંધ પત્રો પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે ગુરુજીની અસર પણ કેટલા બધા સ્તરે થતી. ૮૦ તથા ૯૦ના દાયકા દરમિયાન ગુરુદેવનાં પ્રવચનો અને ધ્યાન અંગેની તેમની વાત પરની તેમની ઑડિયો કેસેટ ખૂબ જ પ્રચલિત હતી. જ્યારે ગુરુદેવના શિષ્યો ન્યુ યોર્કથી અમેરિકા અને કેનેડાના વિવિધ હિસ્સાઓમાં જતા ત્યારે તેઓ ગુરુજીનો સંદેશ પોતાની સાથે લઈ જતા. તેમના નવા ઘરેથી તેઓ ગુરુદેવને પત્ર લખતા તથા કઈ રીતે તેમને નવા સ્થળે જૈન સેન્ટર શોધવામાં અથવા તો શાકાહારી રેસ્ટોરાં શોધવામાં તકલીફ પડે છે તેનો અનુભવ પણ જણાવતા. આમ ગુરદેવના બધા જ શિષ્યો એવાં શહેરોમાં ગુરુદેવના પ્રતિનિધિ બન્યા હતા જ્યાં પહેલાં કોઈ ક્યારેય ધ્યાન કેન્દ્રો હતાં જ નહીં. ભારતના કેટલાક કહેવાતા ગુરુઓએ યોગ અને ધ્યાન કેન્દ્રોને એક વ્યાપાર બનાવી દીધો હતો. પરંતુ ચિત્રભાનુજીના શિષ્યો પોતાનાં ઘરોમાં ધ્યાન શીખવતા અને જાહેરમાં ગુરુદેવની ઑડિયો ટેપ અને પુસ્તકો દ્વારા ધ્યાન અંગે વાત કરતા. તેમનો હેતુ પૈસા ભેગા કરવાનો ન હતો. તેઓ ગુરુદેવ પ્રત્યેના પ્રેમને તથા માનવની સેવાને પ્રેમની અભિવ્યક્તિ ગણતા.
એક પહેલાંના વિદ્યાર્થીએ ગુરુદેવ પ્રત્યે ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં લખ્યું કે મારા પ્રિય મિત્ર આપણે ફરી મળીએ ત્યાં સુધી તમે બ્રહ્માંડને વધુ ને વધુ તેજોમય બનાવતા રહો. તમે મારી જિંદગી બદલી છે અને આ માટે હું હંમેશાં તમારો ઋણી રહીશ. ગુરુજીને લખાયેલાં ઘણાં પત્રો તત્ત્વચિંતન અને વાસ્તવિકતા વચ્ચેના યુદ્ધનો જાણે દષ્ટાંત હતાં.
ગુરુજીની એક પહેલાંની વિદ્યાર્થિનીએ તેમને જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં લેબ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. નેટિવ એમેરિકન્સની સાથે કામ પાર પાડવામાં તેને ઘણા આંતરિયાળ વિસ્તારોમાં જવું પડતું. તેના એક સહકાર્યકરે તેને સલાહ આપી કે આંતરિયાળ વિસ્તારોના ડુંગરાળ પ્રદેશોમાં સિંહ અને વર જેવાં જાનવરો અવારનવાર જોવા મળે છે અને માટે તેને સાથે એક બંદૂક રાખવી જોઈએ. સૌથી પહેલાં તો તરત જ આ સાંભળીને તેણે ના પાડી દીધી. પણ પછી તેના અન્ય સાથી કર્મચારીઓએ પણ તેને આ સૂચન આપ્યું. સતત મળતાં સૂચનને કારણે
- ૧૪૫ -
ચિત્રભાનુજી