________________
કૅલિફોર્નિયાથી એક વ્યક્તિએ ગુરુદેવને જે પત્ર લખ્યો તેમાં તેણે જણાવ્યું કે અનેક વાર ગુરુજીનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન નિષ્ફળ જતાં તે રાત્રે ત્રણ વાગ્યે તેમને પત્ર લખવા બેઠી છે. તેણે કબૂલાત કરી છે કે તેની પાસે સારા અને ખરાબ બંને સમાચાર છે. પત્રમાં તે જણાવે છે કે સારા સમાચાર એ હતા કે તેના મગજમાં કૅન્સર હોવાની વાત બાદ જે છેલ્લે સ્કેન કરાવ્યો હતો તેમાં કોઈ પણ દર્દ જોવા નથી મળ્યું; અને તેના ચહેરાની ડાબી બાજુમાં ફરી હલન-ચલન થવા માંડી છે. ખરાબ સમાચાર એ હતા કે તેનો કૅન્સર તેના લિવર સુધી અને જમણાં ફેફસાં સુધી પહોંચ્યો હતો. અને ડૉક્ટરે તેના કૅન્સરને જીવલેણ ઠેરવ્યું હતું. જોકે પત્રમાં તે ખુશી ખુશી જણાવે છે કે આ સ્થિતિમાં પણ મેં વિશ્વાસ નથી છોડ્યો. હું ખૂબ બધા જ્યુસ પીઉં અને ચાઈનીઝ તથા પશ્ચિમી જડીબુટ્ટીઓ લઉં છું. તેણે ગુરુજીનાં માર્ગદર્શનની અને તેમની પ્રાર્થનાઓની ઇચ્છા કરી હતી.
બીજી એક યુવતીએ હાથે લખેલા આઠ પાનાંના કાગળ પર તેણે ગુરુદેવના આધ્યાત્મિક માર્ગદર્શન માટે આભાર માન્યો. તેણે ગુરુદેવને કહ્યું છે કે જ્યારે તે ન્યુ યૉર્કથી કૅલિફોર્નિયા જઈ રહી હતી ત્યારે તેને ખૂબ જ હકારાત્મક લાગતું હતું, તેણે બધા જ નકારાત્મક વિચારો બંધ કરી દીધા હતા. તેણે લખ્યું છે કે દૈવી ઊર્જા અને કાળજી આ બંને માટે હું હંમેશાં તમારી ઋણી રહીશ. એક ક્ષણે હું મારા પિતાના નિરુત્સાહી અને આકરા શબ્દોને કારણે ખૂબ હતાશ થઈ ગઈ હતી, પણ મને જ્યારે આધ્યાત્મિક મદદ મળી ત્યારે મને ખબર હતી કે ગુરુદેવ તમારો પ્રકાશ મને હંમેશાં પ્રોત્સાહન આપવા માટે, મારી ઊર્જા અને ઉત્સાહ વધા૨વા માટે મારી સાથે જ હશે. તેણે પત્રમાં નોંધ્યું છે કે જે દિવસે તેણે પોતાના ભૂતકાળની સાથેનો સબંધ તોડ્યો અને કૅલિફોર્નિયા ચાલી ગઈ ત્યારે એ દિવસ મહાવીર સ્વામીની ઉજવણીનો દિવસ હતો. તે ૭મી નવમ્બર હતી. તેણે ટાંક્યું કે એ જ્યારે વાહન ચલાવીને કૅલિફોર્નિયા જઈ રહી હતી ત્યારે સતત મહાવીર સ્વામીની હાજરી તેને એક સમજ આપી રહી હતી. અને સજાગતા બક્ષી રહી હતી. તે દિવસે મને લાગ્યું કે હું દિવ્ય સાથે એક થઈ ગઈ છું. અને જો મારે તે ક્ષણે પણ મારું શરીર છોડવું પડે તો તે ક્ષણે પણ હું પરમાનંદ અને મુક્તિથી ત્યજી શકીશ. મને જિંદગીના કોઈ પણ પડકાર નહીં બાંધી શકે. પરંતુ હવે મને સમજાયું છે કે એ આપણી ફરજ છે કે દિવ્યતાની એ હયાતીને આપણે આપણાં કાર્યોમાં ઉતારીએ. તથા જેને પણ આપણે સ્પર્શી શકીએ તેવી તમામ જિંદગીને લાભ થાય તે પ્રકારે કામ કરીએ. આ સમજ મળ્યા પછી મેં નક્કી કર્યું છે કે જીવવું એ મારો હેતુ છે. અને મારે મારું શ્રેષ્ઠ આપવું જ રહ્યું. હું સતત ધ્યાન ક્રૂ છું કે મને મારી અંદર સિદ્ધનો સંગાથ મળે. મને ખાતરી છે કે મારા પિતાનો મારા પરનો ગુસ્સો કોઈ એવા જૂના પ્રસંગને કારણે હશે જ્યારે મેં કોઈક અયોગ્ય વસ્તુઓ કહી હશે. આંતરિક
યુગપુરુષ
૧૪૪ -