________________
સરકારે પસંદ કરેલાં બીજાં જૈન દેરાસરોના ઐતિહાસિક દરજ્જા માટે પણ પ્રશ્ન કર્યો. ચિત્રભાનુજીએ કહ્યું કે આ દેરાસરોમાંથી સાત તો એવાં હતાં કે જેને ઐતિહાસિક ન કહી શકાય, કારણ કે તે માંડ ૨૦ વર્ષ જૂનાં હતાં. આખરે ચિત્રભાનુજી ઇન્ડિયન હેરિટેજ સોસાયટીના મુંબઈ ચેપ્ટરના ચેરમેનને મળ્યા. ચિત્રભાનુજી સાથેની આ મિટિંગ પછી મિસ્ટર ગોદરેજે એક જાહેરનામું બાહર પાડ્યું જેમાં આઈ.એચ.એસ.નો નિર્ણય સ્પષ્ટ કરાયો હતો. આઈ.એચ.એસ.ને જૈન દેરાસરમાં થતાં કોઈ પણ સમારકામ સામે વાંધો નથી પણ સમારકામ એવી રીતે થવું જોઈએ કે તેનું ઐતિહાસિક મૂલ્ય જળવાઈ રહે અને મંદિરનો સાંસ્કૃતિક વારસો મહત્તમ સ્તર સુધી સચવાયેલો રહે. જરૂર પડે આઈ.એચ.એસ. સક્ષમ સત્તાધીશોને આ પ્રકારના સમારકામ કરવાની સારામાં સારી રીતો અંગે સલાહ આપવા હાજર છે, પરંતુ કોઈ પણ તબક્કે આઈ.એચ.એસ. કોઈ પણ ધર્મમાં દખલગીરી કરવા નથી ઇચ્છતી.
ચિત્રભાનુજીએ દરેકને ખૂબ શાંતિથી સત્તાધીશો સાથે કામ પાર પાડવા સલાહ આપી. ચિત્રભાનુજીએ કહ્યું કે કામગીરી આઈ.એચ.એસ. કરેલી ચોખવટ પ્રમાણે થવી જોઈએ. તેમણે પરિસ્થિતિનો સર્જનાત્મક વિકલ્પ શોધવા માટે કહ્યું. જેમાં કોઈ પણ પ્રકારની જડતા અથવા તો ખોટું જોમ ન રહેલું હોય. તેમણે સરકારની કહેવાતી દખલગીરી સામે અમુક જૈન સાધુએ જાહેર કરેલા ઉપવાસી વિરોધને પણ વખોડ્યો. ચિત્રભાનુજીને આ વાતે આચાર્ય અભય મુનિના વૈચારિક શબ્દનો ટેકો મળ્યો કે ઉપવાસ શુદ્ધિકરણ માટે હોય છે, માંગણી પૂરી કરવા માટે નથી હોતો.
સરકારની દખલગીરીની વાતે ભલે ચિત્રભાનુજીએ પોતાની જ્ઞાતિના લોકોને જ ટેકો આપ્યો હતો. છતાં પણ તેમણે પોતાના ધર્મના લોકોને સલાહ આપી કે દેરાસરની જૂની દીવાલોને સાચવવી. એ દીવાલો જેનું ઐતિહાસિક મહત્ત્વ હતું. તેની પર દોરાયેલાં ચિત્રોનું પણ મહત્ત્વ હતું. અને આ સાથે તેમણે શેઠ મોતીશાએ બનાવેલા આ ભવ્ય મંદિરને તોડી પાડવાનો પણ વિરોધ કર્યો. શેઠ મોતીશાએ આ ઉપરાંત બનાવેલાં અન્ય બે દેરાસર તો આમ પણ પૂરી રીતે બાંધકામમાં બદલાઈ ચૂક્યાં હતાં. ચિત્રભાનુજી ઇચ્છતા હતા કે આ એક મંદિર તો જળવાવું જ જોઈએ. તેમણે દરેકને કહ્યું કે મંદિરનો જિર્ણોદ્ધાર તેના પુનઃ બાંધકામ કરતાં પણ આર્થિક રીતે યોગ્ય વિકલ્પ રહેશે. તેમણે કહ્યું કે ધાર્મિક રીતે જોઈએ તો નવું દેરાસર બાંધવા કરતાં જૂના દેરાસરને સાચવવામાં વધારે યોગ્યતા રહેલી છે. જેમણે પવિત્ર મંત્રો બોલીને આ દેરાસરની પ્રતિષ્ઠા સ્થાપના કરી હતી, તેના પવિત્ર તરંગોને ભાવિ પેઢી માટે સાચવી રાખવા જોઈએ. તેમણે કહ્યું કે જૈનોનો શેઠ મોતીશા પ્રત્યે એટલો તો ઋણસ્વીકાર થવો જ જોઈએ. આ એ જ શેઠ મોતીશા હતાં જેમણે પાલીતાણાના ડુંગરો પર ખૂબ મોટા ખર્ચે દેરાસર બંધાવ્યાં હતાં અને જેને આજે પણ તીર્થયાત્રાળુઓ ખૂબ માને છે. તેમણે
- ૧૫૧ -
ચિત્રભાનુજી