________________
પત્રોમાં ઉલ્લેખ કર્યો હતો. તેણે પત્રના અંતમાં પોતે ગુરુદેવને કોઈ એક દિવસ મળવાની ઇચ્છા વ્યક્ત કરી.
ડ્યુરીચથી લખેલા એક પત્રમાં વિદ્યાર્થીએ પોતે કઈ રીતે ઑફિસમાં કોઈ પ્રેરણાદાયી સંદેશાવાળું પોસ્ટર લગાડવા માગે છે તેવું લખ્યું હતું. આ સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે ઝુરીચનાં મ્યુઝિયમના પ્રદર્શનમાંથી તેને એક સરસ મઝાનું મોટું પોસ્ટર મળી ગયું હતું. આ પોસ્ટર ૧૯૭૪ની સાલમાં સ્વીટ્ઝર્લૅન્ડમાં થયેલા જૈનીઝમ પરના એક પ્રદર્શનમાં મૂકાયું હતું. આ કાર્યક્રમ મહાવીર સ્વામીને મોક્ષ મળ્યાના અઢી હજાર વર્ષની ઉજવણી તરીકે યોજાયો હતો.
લિડ્ઝ યુનિવર્સિટીના એક ગણિતના પ્રોફેસરે સાયન્ટિફિક બેસીસ ઑફ જૈનીઝમ વિષયની પોતાની મૅન્યુ સ્ક્રીપ્ટ ગુરુજીને આશીર્વાદ આપવા તથા ટિપ્પણીઓ જણાવવા માટે મોકલી હતી.
એક ઝેકોસ્લોવાક્યાના પેન્ટરે ગુરુજીને અંદાજે ૩૦ વર્ષ સુધી પત્રો લખ્યા. તે ગુરુદેવને ૧૯૬૭માં પાલીતાણાની મુલાકાત પછી મુંબઈમાં મળ્યા હતા. તેણે જૈન દેરાસરોનાં જે પેઇન્ટિંગ કર્યાં તે પ્રાગમાં પ્રદર્શિત કરાયાં હતાં. આ ઉપરાંત તેણે વિદેશના રેડિયો પર પાલીતાણાની પોતાની મુલાકાતનો અનુભવ પણ જણાવ્યો હતો. તે ચેકોસ્લોવાક્યામાં ગુરુદેવ વિશે અને તેમના જૈન બોધ વિશે અવારનવાર લખ્યા કરે છે. તેણે પત્રમાં જણાવ્યું હતું કે તે પોતે જે પણ તીર્થયાત્રાએ ગયો છે તે તમામ સ્થળોએ અને તેનાં પેઇન્ટિંગની સાથે એક પુસ્તક પ્રગટ કરવા માગે છે. તેણે ગુરુદેવને પૃચ્છા કરી હતી કે શું એ પુસ્તક તેઓ અંગ્રેજીમાં અનુવાદિત કરાવીને અમેરિકામાં પ્રકાશિત કરી શકશે? તેણે છેલ્લાં ૨૭ વર્ષમાં પોતાની નિયમિત મુલાકાત દરમિયાન ભારતને જે રીતે બદલાતો જોયો તે અંગે ખેદ પણ વ્યક્ત કર્યો અને ભારતની કુદરતી સુંદરતા ઘટી રહી છે તે અંગે પણ અફસોસ આ પત્રમાં વ્યક્ત કર્યો છે. તેણે પતંજલીની એફોરીઝમ્સ ઑફ યોગા પુસ્તકનો અનુવાદ કર્યો છે. અને તેની પ્રસ્તાવનામાં આ આખી કૃતિ પાછળ ક્યાંક જૈન સ્રોત રહેલો છે તેવું પણ જણાવેલ છે. આ ચિત્રકારનો છેલ્લો પત્ર લગભગ મે, ૧૯૯૭ની આસપાસ આવ્યો હતો. તે ચિત્રકાર આગામી ચાર દિવસોની અંદર કોઈ સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ થવાનો હતો. જોકે એ પત્રમાં પણ તેણે ગુરુદેવને કારણે જે માર્ગ પસંદ કર્યો હતો તેની પર જ આગળ વધવાની વાત કરી છે. તેણે તેમાં ઉમેર્યું છે કે જો હું પાછો આવીશ તો હું ફરી તમારો સંપર્ક કરીશ અને મારા ભવિષ્યના કામ અંગે તમને જણાવીશ. મને ધી મૅસેજ ટુ ધી થર્ડ મિલૅનિયમ ઑફ ધી હ્યુમૅનિટી'ના વિષય પરના મારા કામ અંગે તમારું પ્રોત્સાહન જોઈએ છે.
- ૧૪૩ -
ચિત્રભાનુજી